SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ અનન્ય શરણના આપનાર એવા શ્રી સરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર હો! નમસ્કાર હો! નમસ્કાર હો! વિધિવશાત પ્રાપ્ત થયું મને જે, દેહાદિ સર્વે મમતા વધારે; પ્રારબ્ધની ભેટ પ્રભુપદે હો, મે'માન છું બે દિનનો જ હું તો. શુદ્ધ ચૈતન્યસ્વામી, સ્વરૂપવિલાસી, મહામોહહારી દેવાધિદેવ પરમકૃપાળુ પરમાત્માને ત્રિવિધ ત્રિવિધે ત્રિકાળ નમસ્કાર હો! હે દયાસિંધુ ! આપ તો પરમ ગંભીર, શાંતમૂર્તિ છો ! આ દાસની અજ્ઞાન બાળચેષ્ટા તરફ અનુકંપાદ્રષ્ટિ રાખશોજી. કોઈ થાંભલા ઉપર વેલ ચઢાવી હોય તો તે થાંભલાને આધારે ઊંચે ચઢે છે પણ પવનમાં તે હાલ્યા કરે છે, તેમ આ મન આપનો અચળ આશ્રય પ્રાપ્ત થયા છતાં ચંચળ યુભિત રહ્યા કરે છે તે આલંબનનો દોષ નથી પણ મનનો જ દોષ છે. પણ વિશેષ વૃદ્ધિ પામતાં વેલો જેમ મજબૂત અને જાડો થાય છે ત્યારે તે દોરડાની પેઠે સજ્જડ વીંટાયેલો રહે છે, જાણે પથ્થરના સ્તંભને આધાર આપવા બાંધી રાખેલું દોરડું હોય તેવો દેખાવ દે છે, તેમ આ મનોવૃત્તિ આપના પરિચયથી પોષ પામી આપની નિશ્રળતાનું અનુકરણ કરતાં તદ્રુપ બનશે, એવી શ્રદ્ધા રહે છેજી. આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ, દાસ, હું દાસ છું, આપ પ્રભુનો દીન.'' વઢકણી ડોસી કોઈને દાન દેતી નહીં, પણ એક વખતે “સામે ઘેર જા' કહી કોઈ ભિખારીને ઘર દેખાડવા આંગળી ચીંધી તેના પુણ્ય તેને બે ઘડી ઈન્દ્રનું સિંહાસન મળ્યું, તે દુર્વાસા ત્યાં થઈ જતાં હતા તેમને અર્પણ કર્યું અને છેવટે તેને વૈકુંઠ મળ્યું ત્યારે દુર્વાસાએ સિંહાસન તન્યું એમ વાત કહેવાય છે; તેમ આ અનાદિનો સંક્લેશપરિચયી જીવ, હે પ્રભુ ! આપના કોઈ પરમભક્ત સંતપુરુષોના યોગે અનાયાસે સહવાસમાં આવી જવાથી હવે તો આ દયરૂપ સિંહાસન આપને અર્પણ થયું છે, તો આ અનાદિકાળનાં કર્મથી દબાયેલા રાંક ડોશી જેવા આ જીવે કંઈ કર્યું નથી, માત્ર પરમ પુનિત એવા સદગુરુ સંત સ્વરૂપ તુજ''ના ચરણમાં આવી પડવારૂપ પ્રારબ્ધ સેવાય છે. પણ આ આંગળી ચીંધવા જેવા નજીવા કાર્યનું ફળ પણ અર્પણબુદ્ધિના યોગે વૈકુંઠ-અકુંઠિત સ્થાન-સિદ્ધિ પ્રાપ્ત કરાવે એ લૌકિક કથાનો પરમાર્થ તું સત્ય કરજે. બહિરાતમ તજી અંતર આતમ-રૂપ થઈ થિર ભાવ સુજ્ઞાની; પરમાતમનું હો આતમ ભાવવું, આતમ-અર્પણ દાવ અજ્ઞાની. સુમતિ) આતમ અર્પણ વસ્તુ વિચારતાં, ભરમ ટળે મતિદોષ સુજ્ઞાની; પરમ પદારથ સંપત્તિ સંપજે, આનંદઘન રસ પોષ સુજ્ઞાની. સુમતિ)'' હે પ્રભુ! આ દશા ક્યારે આવશે? સદ્ગુરુ જ્ઞાની ગુણવંતા, વિનવે વિનેય રુચિવંતા; ઉરમાં ધરી ઉમંગ અનંતા રે, સદ્ગુરુ હિતકારી. સમ્યક્દર્શન મોલની બારી રે, સદ્ગુરુ હિતકારી.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy