SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ભાવના રાખવી. પ્રવૃત્તિ કરવી પડતી હોય તો ઉદાસીનતા રાખવી. પોતાની મોટાઇને અર્થે કોઇ પ્રવૃત્તિમાં તણાઇ જવું નહીં. સત્પુરુષનો યોગ ન હોય, તે વખતે સત્સંગની ભાવના રાખવી. બધાં સાધનોમાં મુખ્ય સાધન સત્સંગ છે, તેની ભાવના હંમેશાં રાખવી. સત્પુરુષનો સત્સંગ નથી, તો લો આપણે વેપાર કરીએ, એવું કરવાનું નથી; પણ મુમુક્ષુઓએ પરસ્પર સત્સંગ કરવો. પ્રવૃત્તિ કરવી પડે તેમાં મોટાઇની ઇચ્છા ન રાખવી. પ્રમાદ ન કરવો. (બો-૧, પૃ.૩૨૪, આંક ૭૪) સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઇચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીનાં વચન સાંભળ્યાં નથી; અથવા જ્ઞાનીપુરુષનાં દર્શન પણ તેણે કર્યાં નથી. (૪૫૪) બહુ વિચારવા જેવું છે. જ્ઞાનીનાં દર્શન એટલે શ્રદ્ધા એમ અર્થ છે. હજુ જીવને લૌકિકભાવની શ્રદ્ધા છે. જ્ઞાની તો અલૌકિકભાવની મૂર્તિ છે. આ સંસાર અસાર લાગે એવું કંઇ ચોંટે તો જ્ઞાનીનાં દર્શન કર્યાં કહેવાય. જ્ઞાનીનાં વચનો સાંભળ્યાં ક્યારે કહેવાય ? તો કે, એને કંઇક પકડી રાખ્યાં હોય ત્યારે. જો સંસાર જીવને પ્રિય હોય, મને દેવલોક મળે, પૈસા મળે, છોકરાં મળે એવી લૌકિક ઇચ્છા હોય, તો જ્ઞાનીની જીવને શ્રદ્ધા છે, એમ શાથી કહેવાય ? દેહથી ભિન્નસ્વરૂપે જ્ઞાની રહે છે. ‘છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ.'' એવાં જ્ઞાનીનાં વચનો, તેવા થવા માટે સાંભળ્યાં હોય અને જ્ઞાનીને તેવી રીતે ઓળખ્યા હોય તો પછી જીવની દેહદૃષ્ટિ ખસે. અવિચારથી, દેખે છે અને ભૂલો પડે બે વસ્તુ છે : જડ અને ચેતન, તે બંનેને એક માને છે. જ્ઞાનીના બોધથી બંનેને લક્ષણથી જુદાં જાણી શ્રદ્ધા કરે તો જાણ્યું કહેવાય. જ્ઞાની તો પોકાર કરીને કહે છે કે પાંચ ઇન્દ્રિયો શત્રુ છે, પ્રમાદ-આળસ વૈરી છે, ક્યાયો આપણા શત્રુ છે, એવું સાંભળીને પાછો તેમાં રહ્યા કરે, તો જીવે શું સાંભળ્યું ? કેડમાં ડાંગ મારી હોય તો ચલાય નહીં, તેમ જ્ઞાનીનો બોધ જીવને લાગ્યો હોય તો પછી સંસારબળ ચાલે નહીં, માંડ-માંડ પ્રારબ્ધ પ્રમાણે ચલાય, સંસારભાવ જીવનો છૂટી જાય. પછી સંસાર વધે નહીં. જ્ઞાનીનાં વચનો જીવને લાગ્યાં હોય તો આત્માનું વેદન થાય. દેહ છૂટે પણ જ્ઞાનીનાં વચનો ન છૂટે, એવું કરવું. અપમાન કર્યું હોય તો જીવ ભૂલતો નથી; પણ જ્ઞાની કહે છે કે તું બ્રાહ્મણ નથી, વાણિયો નથી, સ્ત્રી નથી, પુરુષ નથી - તે માનતો નથી. દેહ જોવાનો મૂકી, આત્મા ભણી દૃષ્ટિ કરે તો જ્ઞાનીને જોયા કહેવાય. દેહદૃષ્ટિ તે સંસાર છે. જ્યાં સુધી હું દેહ છું એમ લાગે, ત્યાં સુધી બીજાને પણ દેહરૂપ માને. આત્મા જુએ ત્યારે જ્ઞાની જોયા કહેવાય. પ્રભુશ્રીજી કહેતા કે ‘‘આત્મા જુઓ. બેટ્ટો હોય તે બીજું જુએ.’’ જેને તરવું છે, તેણે તો આત્મા જોવા યોગ્ય છે. બૂડવું હોય તે દેહ જુએ. આપણાં અહોભાગ્ય કે આવા જ્ઞાનીનાં વચનો આપણા કાનમાં પડે છે. સરળ જીવોને પકડ થાય, તે છૂટે નહીં. એ કામ કાઢી નાખે છે. પ્રાણ જતા હોય તો ભલે, પણ જ્ઞાનીપુરુષનું કહેવું જ, મારે કરવું છે. જ્ઞાનીએ કહ્યું, તે જ કરવાનું છે. જે કંઇ વાત જ્ઞાની કહે, તે પકડી લેવી. પહેલાંના જીવોને જ્ઞાનીનું માહાત્મ્ય હતું. (બો-૧, પૃ.૩૦૯, આંક ૬૪)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy