SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૫) ભગવત્ મુક્તિ આપવામાં કૃપણ નથી, પણ ભક્તિ આપવામાં કૃપણ છે, એમ લાગે છે. (૨૮૩) એક વખતે સાંજે ભક્તિ સંબંધી વાત નીકળી હતી, તેમાં ઉપરનું પરમકૃપાળુદેવનું વચન ચર્ચાયું હતું. પછી પ.પૂ. પ્રભુશ્રીજીએ કહેલું : “મુક્તિ એટલે છૂટવું. ‘તું કર્મ બાંધ અને હું છોડું.' એમ ચાલ્યા કરે છે, પણ પાત્રતા વિના ભક્તિ (આત્મા) આપવામાં તે કુપણ છે.'' (બો-૩, પૃ.૬૭૨, આંક ૮૦૫) D તે પુરુષના સ્વરૂપને જાણીને તેની ભક્તિના સત્સંગનું મોટું ફળ છે, જે ચિત્રપટના માત્ર જોગે, ધ્યાને નથી. જે તે પુરુષના સ્વરૂપને જાણે છે, તેને સ્વાભાવિક અત્યંત શુદ્ધ એવું આત્મસ્વરૂપ "ગટે છે. (૩૯૬). કોઇક મુમુક્ષુએ પરમકૃપાળુદેવનું ચિત્રપટ મગાવ્યું હતું. તેના ઉત્તરમાં પરમકૃપાળુદેવે ઉપરનું લખ્યું. મહાપુરુષનું સ્વરૂપ ઓળખાય ત્યારે પોતાનું સ્વરૂપ ઓળખાય છે. “ “ક્ષમાપના''માં આવે છે કે “જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું, તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે.'' સંસારની ઇચ્છા છોડીને, સપુરુષના સ્વરૂપની ભક્તિ કરવી. શુદ્ધસ્વરૂપ જ્ઞાની પુરુષે પ્રગટ કર્યું છે, તેનો લક્ષ રાખીને કરવું. શુદ્ધસ્વરૂપ વિચારવાયોગ્ય છે, બહારનું બધું ભૂલવાયોગ્ય છે. આત્મસ્વરૂપ પ્રગટ કરવાનું મહાન ફળ છે. સંસારથી પ્રેમ ઉઠાવી, સપુરુષ પ્રત્યે કરવાથી પોતાનું સ્વરૂપ પ્રગટે છે. (બો-૧, પૃ.૭૮) I “ઇશ્વરેચ્છાથી' જે કોઈ પણ જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે, અને તે બીજેથી નહીં પણ અમથકી, એમ પણ અત્ર માનીએ છીએ. (૩૯૮) “સપુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે.'' (૨૫૪) ત્યાં “ઇશ્વર'નો અર્થ છે; અને “જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી.” (૨૦૦) ત્યાં “ઇચ્છા'નો અર્થ છેજી. જ્ઞાનીને “પ્રારબ્ધ' “ઈશ્વરેચ્છાદિ' બધા પ્રકારો એક જ ભાવના, સરખા ભાવના છે .... ઈશ્વરને વિષે કોઈ પ્રકારે ઇચ્છા સ્થાપિત કરી, તે ઇચ્છાવાન કહેવા યોગ્ય છે. જ્ઞાની ઇચ્છારહિત કે ઇચ્છા સહિત એમ કહેવું પણ બનતું નથી; તે સહજસ્વરૂપ છે.'' (૩૭૭) આમાં પરમકૃપાળુદેવે જે અર્થમાં ‘ઈશ્વરેચ્છા' શબ્દ વાપર્યો છે, તેનો ખુલાસો છે. વર્તમાનમાં પણ થવું સર્જિત” દુષમકાળમાં પણ જ્ઞાનીની આજ્ઞા પામનાર ભાગ્યશાળી હશે. તેનું કલ્યાણ ““અમ થકી'' = પરમકૃપાળુદેવની ભક્તિથી થશે; કારણ કે આ કાળમાં તેટલી ઊંચી દશાવાળો પુરુષ, તેમના જેવો પ્રાપ્ત થવો અસંભવ છેજી. પરમકૃપાળુદેવ આ કાળમાં અપવાદરૂપ છે. હજારો વર્ષે તેવા પુરુષો દેખાવ દે છે. ઘણાખરા મહાત્માઓ ગણાતાં, પરમકૃપાળુદેવનાં જ્ઞાન અને વીતરાગપણાની સરખામણીમાં આવી શકે તેવા નથી. માટે “એક મત આપડી ને ઊર્ભ માર્ગે તાપડી'ની વાત જેવું, આંખો મીંચી તેને શરણે રહેવાનો પુરુષાર્થ કર્તવ્ય છેજી. શબ્દોની માથાફોડ કર્યા કરતાં આજ્ઞા આરાધવી; એથી બધું સમજાતું જશેજી. (બી-3, પૃ.૭૭૮, આંક ૯૯૨)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy