SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૨ ૧૫૨) આંધળા માણસને કોઈ દેખતાનું અવલંબન હોય તો તેને ઘેર પહોંચી જાય, પણ તેનો હાથ મૂકી દઈ, કોઈ તકરારો સાંભળવા ખોટી થાય તો શી વલે થાય ? તેમ અચિંત્ય જેનું માહાત્ય છે તેવા પુરુષનું અવલંબન તજી સિનેમા, નાટક કે ક્લેશકારી વાતો જોવા, સાંભળવામાં શી હાનિ છે તે વિચારી. સપુરુષમાં અહોનિશ વૃત્તિ રાખવી ઘટે છે. (બો-૩, પૃ. ૨૫૪, આંક ૨૪૮) સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય સતસાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય? (૨૬૪-૧૭) જીવે ઘણાં સાધન, એકાંત સેવન, ગિરિગુફાઓ, સંથારા વગેરે કરેલ છે, છતાં જે ખામી રહી ગઈ છે, તેને લઈને જન્મવું પડ્યું છે. માટે સત્સાધન સમજવામાં આ ભવમાં ભૂલ ન રહી જાય, તેમ કર્તવ્ય છે. તેને અર્થે સત્સંગ, સદ્વાંચન, સવિચાર, સદ્ગુરુની આજ્ઞાનું આરાધન, ગુરુકુળવાસ આદિની જરૂર છેજી. દેહાદિ પદાર્થો કરતાં અનંતગણી કાળજી, આત્માની રાખવા પરમકૃપાળુદેવે ફરમાવ્યું છે, તે વારંવાર વિચારી યથાશક્તિ આચરવા યોગ્ય છેજી. બધું એક દિવસે બનતું નથી, પણ લક્ષ તે જ રાખવો ઘટે છે. બને તેટલું આરાધન કરવું. ન બની શકે, તેની ભાવના કર્યા કરવી તો અનુકૂળ સંયોગો સાંપડયે, તે ભાવના જરૂર સફળ થશેજી, જેવી જેની ભાવના હોય છે, તેવી તેને સિદ્ધિ વહેલીમોડી મળે છેજી. (બી-૩, પૃ.૫૨૩, આંક ૫૪૭). T “દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં, પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો .... જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે.” (૬૯૨) “અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હુંય; એ નિશ્વય આવ્યા વિના, સાધન કરશે શુંય?” (૨૬૪-૧૯) એ ગાથા પૂછી, તેનો વિચાર એમ કર્તવ્ય છે કે નિગોદથી નીકળી પરમકૃપાળુદેવના શરણ સુધી અવાયું એ કોઈ અલૌકિક બીના બની છે; પરંતુ હવે જો તે શરણ, મરણ સુધી પકડી ન રાખું તો મારા જેવો આત્મઘાતી, મહાપાપી બીજો કોઈ ગણાય નહીં. તેણે જણાવેલ માર્ગે ચાલવાને બદલે, કાળા હાથ અને કાળા મુખવાળા વાંદરા જેવો પશુપણે વતું; કાળાબજારની નીતિથી ધન એકઠું કરવામાં જ જીવન તાર્થ માનું અને આ ભવનું ઉત્તમ કર્તવ્ય, આ પત્રને મથાળે જણાવ્યું છે તે, વીસરી જાઉં તો સપુરુષને મળી, તેની પ્રરૂપણાથી વિપરીત વર્તી, તેનો દ્રોહી બનવાનું અધમાધમ પુરુષનાં લક્ષણ જેવું મેં કર્યું ગણાય; પશુ કે અનાર્યજનોને તો કોઈ આધાર કે ઉપદેશ કર્ણગોચર થયો નથી, તેથી તે તજવા યોગ્ય વસ્તુનું અત્યંત માહાભ્ય મનમાં રાખે, તેમાં તેનો દોષ ઓછો ગણાય; પણ જેને પરમપુરુષનાં દર્શન, તારકતત્ત્વથી પૂર્ણ વચનો કર્ણગોચર થયાં છે, તેનો આશ્રિત ગણાય છે, છતાં તેને વગોવાવે, નિંદાવે તેવું જેનું વર્તન, ચિંતન, કથન હોય તે અધમાધમ પુરુષ કરતાં પણ અધિક પતિત ગણાય એમ વિચારી, પોતાની જવાબદારીનો ઉત્તમ ખ્યાલ રાખી, જે પુરુષોનું અવલંબન લીધું છે તે જ નિરંતર ધ્યેયરૂપે, આચરણના આદર્શરૂપે રહે તેમ પુરુષાર્થ કર્તવ્ય છેજી. (બી-૩, પૃ.૫૧૮, આંક ૫૬૧)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy