SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫) D કળિયુગ છે માટે ક્ષણવાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું. (૨૫૪) બીજા વિચાર આવે છે તે પડી મૂકી, આત્મવિચારમાં રહેવું. કળિયુગમાં ક્યારે મરણ થશે, તેની ખબર નથી. કળિયુગમાં નીચે જવાના ઘણા પ્રસંગો હોય છે. એથી બચવા જ્ઞાનીપુરુષે જે મંત્ર આપ્યો હોય, તેમાં ચિત્ત રાખવું. હરતાં-ફરતાં ‘‘સહજાત્મસ્વરૂપ પરમગુરુ'' મંત્રમાં ચિત્ત રાખવું. પરમગુરુએ તે સ્વરૂપે પ્રગટ કર્યું છે. બધાં કર્મ ક્ષય કરે, એવી આ વસ્તુ છે. બીજી વસ્તુઓ દેખાય, સંભળાય, તેનો વિચાર આવે - તે બધું કર્મ બંધાવે છે. સમયે-સમયે કર્મ બંધાય છે, માટે પુરુષાર્થ પણ સમયે-સમયે કરવાનો છે. આત્મભાવના વગર ક્ષણ પણ રહેવા જેવું નથી. મંત્રનું સ્મરણ પ્રવાહરૂપે ચાલુ રાખવું. થોડી વાર કરીને મૂકી દેવાનું નથી. શરીર છે તે બધો કચરો છે. તેમાં આત્મા એક સુંદર વસ્તુ છે. તેનું ધ્યાન કરવાથી આત્મા નિર્મળ થાય છે. સવિચાર કરવાથી આત્મધ્યાન થાય છે; અને આત્મધ્યાન થાય તો નિર્મળતા થાય. (બો-૧, પૃ.૨૬૭, આંક ૪) |“દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં, પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાનીપુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો .... જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે.” (૬૯૨) અચિંત્ય તુજ માહાભ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ. (૨૬૪-૬) આ દોહરાનો ભાવાર્થ તમે પૂછયો હતો, તેનો પરમાર્થ ઉપર ટાંકેલા પત્રમાં સ્પષ્ટ સમજાય છે કે “જેને બીજું કંઇ સામર્થ્ય નથી, એવા અબુધ અને અશક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમ સુખહેતુ એવાં અભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે, અધીરજથી ખેદ કર્તવ્ય નથી.' (૮૪૩). આવું અચિંત્ય ચિંતામણિસ્વરૂપ ધર્મનું સ્વરૂપ જેણે નિરૂપણ કર્યું છે, તેનું અચિંત્ય માહાભ્ય છે, પણ તે પ્રત્યે પ્રફુલ્લિત ભાવ, પરમ ઉલ્લાસ જીવને આવતો નથી. એ કોઈ પૂર્વના અંતરાય ભાસે છે. સાંસારિક તુચ્છ વસ્તુઓ પ્રત્યે સર્વ પ્રદેશે આત્મા આકર્ષાઈ તન્મય બની જાય છે, પણ તેનો એક અંશ પણ પરમપુરુષના પરમ ઉપકાર પ્રત્યે ટકતો નથી; તેની સાથે પ્રીતિ બંધાતી નથી; તેની સ્મૃતિ વારંવાર આવતી નથી, એ જીવનું નિર્બળપણું પ્રગટ જણાય છે. વળી આ કળિકાળમાં જન્મી, પરવસ્તુમાં વૃત્તિ રાખી, જીવે પોતાના વીર્યને આત્મઘાતક બનાવ્યું હોવાથી, એવો પરમ પ્રભાવ જીવમાં પ્રગટી આવે તેમ જણાતું નથી. પરમગુરુ શ્રી ગૌતમસ્વામી મિથ્યાત્વકુળમાં જન્મ્યા, ઊછર્યા. અધ્યયન કર્યું અને મિથ્યાત્વ પોષી વેદાંતમાં અગ્રગણ્ય બન્યા. છતાં, તે વીર્ય, પરમ પ્રતાપી શ્રી મહાવીર ભગવાનના યોગે પલટાઈ ગયું તો પટ્ટધર ગણધર પદવી પામ્યા. એવો પરમ પ્રભાવ કે હે પ્રભુ ! મારામાં જણાતો નથી અને પરમ પ્રભાવ વિના આ સ્વયંભૂરમણ સમુદ્ર જેવો મોહ તરી શકાય એવો નથી; તો હે પરમકૃપાળુદેવ ! આપ
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy