SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮) સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્યમૂર્તિને - જ્ઞાનીરૂપ પરમાત્માની મૂર્તિને - નમસ્કારાદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એક લયે આરાધવી, એવો શાસ્ત્રલક્ષ છે. પરમાત્મા આ દેહધારીરૂપે થયો છે એમ જ જ્ઞાનીપુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઊગે છે, અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિરૂપ હોય છે. .... પંચપરમેષ્ઠી મંત્રમાં પણ “નમો અરિહંતાણં' પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે; એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ; અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન (કારણ) છે.” (૨૨૩) આમ પરમકૃપાળુદેવના જ શબ્દોમાં મુખ્યપણે તે વાક્યનો પરમાર્થ સમજાય તેવું વિવિધ સ્થળે કહેલું. આપને વિચારવા લખ્યું છે. તે ઉપરથી પરમકૃપાળુદેવ પ્રત્યે પ્રેમની વૃદ્ધિ થાય તેમ છે, એમ જાણી લખ્યું છે. તેનો પોતાની મતિ પ્રમાણે અર્થ કરી, અન્ય વ્યક્તિ પ્રત્યે પ્રેમ ઢોળવો વિદ્ભકારી છે, એ પણ ચેતવણીરૂપ જણાવવાની જરૂર લાગવાથી જણાવ્યું છેજી, તે પરસ્પર વિચાર કરી, બીજા દૃષ્ટિરાગ તજી, એક પરમકૃપાળુદેવ પ્રત્યે અનન્ય ભક્તિભાવ જગાડવો. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજી પણ વારંવાર કહેતા : “અમે અમારો ચિત્રપટ પણ આપવો બંધ કર્યો અને બધાને કહી દીધું કે અમારા વચન ઉપર વિશ્વાસ હોય તો કૃપાળુદેવનો ચિત્રપટ રાખવો અને એની આજ્ઞા અમારા થકી મળી (મંત્ર) તે ઉઠાવવી; તે ખોટો નીકળે તેનું જોખમ અમારે માથે છે.” એક સપુરુષ કે જ્ઞાનીને ભજતાં સર્વ અનંત જ્ઞાનીઓ ભજાય છેજી, અને એકની આશાતના થતાં અનંત જ્ઞાનીઓની આશાતના થાય છે. માટે કોઈ પ્રકારની શંકા રાખ્યા વિના, જ્ઞાનીપુરુષે જોખમ ખેડીને જે પુરુષ આપણને બતાવ્યા, તેની ભક્તિમાં ચિત્ત રહેશે તો સર્વ પરમાત્માની ભક્તિ થઈ, એમ ગણવા યોગ્ય છેજી. ધર્મ કહે આત્મસ્વભાવ, એ સમતકી ટેક” પરમ ધર્મ એ પરમાત્મપદપ્રાપ્તિ છે; તેનું કારણ સપુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ-શ્રદ્ધા થવી તે છેજી; સર્વ દોષો નાશ કરવાનો તે જ ઉપાય છેજી. મોહની મીઠાશ ઓળખી, તેને તજવા બળ કરનાર, મુમુક્ષુદશા પામે છે. તે મુમુક્ષુતારૂપ નેત્રો વિના સપુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ થવી કે દેખાવી વિકટ છેજી. માટે મોહને શત્રુ સમજી, તેના પાશમાં નહીં ફસાતાં, ચેતીને ચાલનાર, તે દશા (મોહદશા) તજી મોક્ષમાર્ગ (મુક્તદશા) સદ્ગુરુકૃપાએ સમજી, આરાધી શકે છેજી. (બી-૩, પૃ. ૨૬૦, આંક ૨૫૫) કલ્યાણનું કારણ સત્પષ, તેનું યથાર્થ ઓળખાણ, તેનો બોધ અને તેની શ્રદ્ધા છેજી; એટલે જેના દ્વારા કલ્યાણ થાય એમ કહે છે, તે પુરુષની પ્રતીતિ, અત્યંત પ્રતીતિ એને જ્ઞાનીઓએ પરમ ધર્મ અથવા સમકિત કહ્યું છે. “સ્વચ્છંદ, મત આગ્રહ તજી, વર્તે સદ્દગુરુલક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ.” “બીજું કાંઈ શોધ મા. માત્ર એક સપુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વત્યે જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસે લેજે.” (૭૬). આટલો ભાર દેવાનું કારણ, તે જ પ્રથમ પ્રાપ્ત કરી પરમ પ્રેમે ઉપાસવા યોગ્ય છે. તેમાં વિઘ્ન કરનાર “માનાદિક શત્રુ મહા” છે. તે કેમ ટળે? “જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.'' તે શરણ જીવ ક્યારે શોધે ? પોતે “અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય; એ નિશ્રય
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy