SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૬ સપુરુષનું સ્વરૂપ સમજાયે, જીવને પુરુષની ભક્તિથી પોતાને જ્ઞાનદશા પ્રાપ્ત થાય છે. આ જ કામ આ ભવમાં કરવા યોગ્ય છે. તે પડી મૂકી, જીવે ધર્મને નામે અનેક સાધનો કર્યા છે. સપુરુષને એ જ કહેવું છે અને તે કહેલું સમજીને, જીવ આજ્ઞા રૂડે પ્રકારે ઉઠાવે તો સત્પષની દશા કે સામાયિક અથવા આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય, એમ સૂયગડાંગ નામના બીજા અંગમાં ઋષભદેવ ભગવાને પોતાના અઠ્ઠાણું પુત્રોને ઉપદેશ દીધો છે. તેનો આ સાર છે, એમ જણાવ્યું છે. “જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે, ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે.'' (૫૧૧) એટલે જીવ સાચા અંતઃકરણે સપુરુષની આજ્ઞા ઉઠાવે તો ફરી જન્મવું ન પડે, એવો જ્ઞાનીપુરુષની આજ્ઞામાં ચમત્કાર છેજી. (બો-૩, પૃ.૬૭૨, આંક ૮૦૫) D પરમમહાભ્યા ગોપાંગનાઓ મહાત્મા વાસુદેવની ભક્તિમાં એ જ પ્રકારે રહી હતી. (૨૨૩) આપે શંકા લખી કે “મહાત્મા વાસુદેવ' એમ કહ્યું અને “પરમમહાભ્યા ગોપાંગનાઓ'' કહી છે, તેનું શું કારણ? તેના ઉત્તરમાં જણાવવાનું કે તે એમ સૂચવે છે કે પરમ માહાસ્ય તો શ્રી વાસુદેવનું જ છે, તેથી શ્રી વાસુદેવ મહાત્મા છે અને તેમનું માહાસ્ય સમજનાર (ગોપાંગનાઓ) પરમ મહાભ્યા અથવા પરમ ભક્તિવંત છે, એમ સમજવા યોગ્ય છેજી(બી-૩, પૃ.૩૯૧, આંક ૩૯૮) | નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે, અને તેથી નિઃસંગતા પ્રાપ્ત હોય છે. (૨૫૪) પૂજ્યશ્રી : નિઃશંકતા એટલે શું? એક મુમુક્ષુ : આત્મા છે તેને વિષે શંકારહિતપણું. બીજો મુમુક્ષુ સપુરુષને વિષે શંકારહિતપણું. પૂજ્યશ્રી : મૂળ પાયો સત્વરુષ છે. સપુરુષને વિષે નિઃશંકપણું હોય કે આ જ સપુરુષ છે, તો જ તેની આજ્ઞાનું આરાધન થઈ શકે. પુરુષમાં જેને દૃઢ નિશ્ચય હોય છે, તેને મોહાસક્તિ મટી પદાર્થનો નિર્ણય હોય છે. તેને લીધે વ્યાકુળતા મટે છે અને તેથી નિઃસંગતા પ્રાપ્ત થાય છે. (બો-૧, પૃ.૫૯, આંક ૩૬) | મુમુક્ષતા એ છે કે સર્વ પ્રકારની મોહાસક્તિથી મુઝાઈ એક “મોક્ષ'ને વિષે જ યત્ન કરવો .. તે ઉત્પન્ન થવાનું લક્ષણ પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે. (૨૫૪) મારામાં મુમુક્ષુતા ઉત્પન્ન થઇ છે કે નહીં, એમ કોઇને જોવું હોય તો વિચારવું કે હું મારા દોષ જોવામાં અપક્ષપાતતા રાખું છું કે નહીં? એમ દેખે તો ખબર પડે. જે દોષ દેખાય, તે કાઢવાનો પ્રયત્ન કરે તો નીકળી જાય. (બો-૧, પૃ.૫૯, આંક ૩૬). પોતે ક્રોધ કરતો હોય તો ક્રોધ સારો ન માને, દોષને ખોટો જાણે, અને કાઢવાનો પ્રયત્ન કરે. પોતે જૂઠું બોલતો હોય તો હું એકલો જ ક્યાં જૂઠું બોલું છું, જગતમાં ઘણાં બોલે છે.” – એમ ન કરે, તે અપક્ષપાતતા છે. (બો-૧, પૃ.૧૩૧, આંક ૭). [ આ લોકની અલ્પ પણ સુખેચ્છા રહ્યા કરે છે, જેથી જીવની જોગ્યતા રોકાઈ જાય છે. (૨૫૪) આ લોકની અલ્પ પણ સુખેચ્છા એટલે પરપદાર્થોથી સુખબુદ્ધિ, એટલે અમુક આટલું હોય અથવા અમુક જગા આવી હોય કે આવી જાતના સંયોગો હોય તો ધર્મ થાય અને તેવા સંયોગો મળ્યા હોય તો તેવા ખ્યાલથી ધર્મધ્યાન કર્યા કરે.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy