SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૪) ૧૪૪ કહી શકવાના નથી; તો લખી ક્યાંથી શકીશું? આપનાં દર્શન થયે જે કંઈ વાણી કહી શકશે તે કહેશે. બાકી નિરૂપાયતા છે.'' (૧૮૭) એ કવિમય જીવનના અન્યોક્તિરૂપ ઉદ્ગારો છે. જેમ સમકિતને દૂષણ આપવારૂપ વચન લખ્યું છે : ““મને ગ્રહણ કરવાથી ગ્રહણ કરનારની ઇચ્છા ન થાય તોપણ મારે તેને પરાણે મોક્ષે લઈ જવો પડે છે; માટે મને ગ્રહણ કરવા પહેલાં એ વિચાર કરવો કે મોક્ષે જવાની ઇચ્છા ફેરવવી હશે તોપણ કામ આવવાની નથી; મને ગ્રહણ કરવા પછી નવમે સમયે તો મારે તેને મોક્ષે પહોંચાડવો જોઇએ. ગ્રહણ કરનાર કદાચ શિથિલ થઈ જાય તોપણ બને તો તે જ ભવે. અને ન બને તો વધારેમાં વધારે પંદર ભવે મારે તેને મોક્ષે પહોંચાડવો જોઇએ. કદાચ મને છોડી દઇ મારાથી વિરુદ્ધ આચરણ કરે અથવા પ્રબળમાં પ્રબળ એવા મોહને ધારણ કરે તોપણ અર્ધપુદ્ગલપરાવર્તનની અંદર મારે તેને મોક્ષે પહોંચાડવો એ મારી પ્રતિજ્ઞા છે ! અર્થાત્ અહીં સમ્યક્ત્વની મહત્તા બતાવી છે.'' (વ્યાખ્યાનસાર ૧-૬૬) દૂષણનું નામ દઈ મહત્તા, જેમ સમકિતની પ્રગટ કરી છે, તેમ પરમાત્માનાં અપલક્ષણ કહીને, તેમનું વિકટતાથી પ્રાપ્ત થવું અને ટકાવી રાખવું થાય છે, તે દર્શાવવા તેવી ભાષા, વિચારણા પ્રેરવા, આનંદદાયીરૂપે (હાસ્યરૂપે) જાણે પરમાત્માના સખા બની, તેનાં દૂષણ દેખાડતા હોય તેમ લખાણ છે. તે ઊંડા ઊતરી વિચારતાં સમજાય તેમ છેજ. ગોપાંગનાઓ શ્રીકૃષ્ણને ચિત્તના ચોર કે માખણચોર કહી વગોવતી હતી કે વખાણતી હતી, તે તેનો આશય સમજતાં આનંદ આવે તેમ છે જી. (બી-૩, પૃ.૩૪૫, આંક ૩૪૮) D છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. (૧૬) આત્મવીર્ય વધે તેવાં જેનાં વચન અને આચાર હોય, તેની સ્મૃતિથી પણ જીવ જાગૃતિ પામે છે, એ વાત પ.ઉ.૫.પૂ. પ્રભુશ્રીજીને સાક્ષાત્ મળેલા મુમુક્ષુઓના અનુભવની છે. બધાનો આધાર સાચી શ્રદ્ધા છેજી. એ ગુણ જેનામાં જાગ્યો, તેને પછી છૂટવા ભણી જ વૃત્તિ વહ્યા કરે છે. પરમકૃપાળુદેવ લખે છે કે જેને એટલો દૃઢ નિશ્ચય થયો છે કે જ્ઞાની પુરુષની આજ્ઞા એ જ મોક્ષનું કારણ છે, તે સિવાય બીજો ઉપાય નથી, તેને ત્યારથી બીજા દોષોનું નિવર્તવું થાય છે. આજ્ઞા ન ઉઠાવાતી હોય તેવાં કામમાં પ્રવર્તતાં પણ, આથી મારા આત્માને કંઈ કલ્યાણ થનાર નથી એટલો વૈરાગ્ય તો રહ્યા જ કરે છે, અને ભાવના આજ્ઞા ઉઠાવવાની રહે છે. આ જ, ““છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.” એ વાક્યનો પરમાર્થ સમજાય છે. (બો-૩, પૃ.૬૪૪, આંક ૭૬૪) D જોકે તીર્થકર થવા ઇચ્છા નથી, પરંતુ તીર્થકરે કર્યા પ્રમાણે કરવા ઇચ્છા છે. (૧૭૦) તીર્થકર જેવા થવું નથી એટલે કે સમવસરણ રચાવું, દેવોને નમાવું, એવું માન થાય તેવું કરવું નથી; પણ તીર્થકર પોતે તર્યા અને બીજાને તાર્યા, તે અમારે કરવાનું છે. (બો-૧, પૃ.૩૦૫, આંક ૫૮) D આપને વિજ્ઞાપન છે કે વૃદ્ધમાંથી યુવાન થવું અને આ અલખ વાર્તાના અગ્રેસર આગળ અગ્રેસર થવું. (૧૭૦). પૂ. શ્રી સોભાગભાઈને જણાવેલું છે કે ઉંમરમાં વૃદ્ધ હોવા છતાં ભાવથી યુવાન થવું. પુષ્પમાળામાં પોતે લખે છે કે “જો તું યુવાન હોય તો ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભણી દ્રષ્ટિ કર.' (૨-૨૭) ઉદ્યમ એટલે સપુરુષાર્થ અને બ્રહ્મચર્ય તે આત્મચર્યા, આત્માની ઓળખાણ કરી તેમાં પરિણમન કરવું. આ બંને
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy