________________
(૧૪૧)
(૧૪૧ સમાન છે, તેની પાછળ રહેલો આત્મા, તે નેપથ્ય સમજાવા યોગ્ય છે. અંતરાત્માનો અવાજ, એ અર્થ સમજાય છેજી. વાદળ પારે જેમ સૂર્યનો પ્રકાશ જણાય છે, તે સૂર્યની સાબિતી તથા તેના આધારે જણાતા પદાર્થોની પ્રતીતિ કરાવે છે; તેમ અંતરાત્મા, પરમાત્માના સ્વરૂપની તેમ જ પરમાત્મપ્રાપ્તિના માર્ગની પ્રતીતિ કરાવે છેજી. ગાઢ વાદળ હોય તો પ્રકાશ જૂજ જણાય છે, વાંચી પણ શકાય નહીં, તેમ જ સૂર્ય કઈ દિશામાં છે તે જાણી શકાય નહીં; તેમ બળવાન મોહના આવરણ વખતે જીવને પોતાનું ભાન હોતું નથી અને બીજા પદાર્થોનો પણ નિર્ણય, યથાર્થ હોતો નથી. તેવી દશાવાળો જીવ બહિરાત્મા ગણાય છેજી. એ દશા તજવા અને અંતર્ણોધ કરવા, જ્ઞાની પુરુષો કરુણા કરી પોકાર કરતા આવ્યા છે, પણ મોહનીંદના જોરે જીવ જાગતો નથી; પણ જ્યારે જાગશે ત્યારે તે મહાપુરુષનાં વચનથી જ જાગશે, એ નિઃસંદેહ છે. (બો-૩, પૃ.૧૬, આંક ૭૧૫) અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું. (૧૨૮) શૂન્ય એટલે નિર્વિકલ્પ દશા. તે બે ઘડી સુધી ટકે તો શ્રેણી માંડવાથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. માટે ‘અમુક કાળ” લખ્યું છે. પદ્રવ્ય કે સ્વદ્રવ્યને વિશેષપણે જાણવાં તેનું નામ વિકલ્પ નથી, તો વિકલ્પ શાને કહે છે ? રાગ-દ્વેષસહિત કોઈ પણ શેયને જાણવામાં ઉપયોગ પ્રેરવો, વારંવાર ઉપયોગને અસ્થિર કરવો, તેને વિકલ્પ કહે છે. વીતરાગપણે જાણે તો યથાર્થ જાણે છે. અન્ય-અન્ય શેય પદાર્થને જાણવા ઉપયોગ પલટાવ્યા ન કરે, ત્યાં નિર્વિકલ્પ દશા જાણવી. કોઈ એમ કહે કે છદ્મસ્થનો ઉપયોગ તો જુદા-જુદા ક્ષેય પદાર્થોમાં પલટાયા કરે, ત્યાં નિર્વિકલ્પતા કેવી રીતે સંભવે ? તેનો ઉત્તર : જેટલો કાળ એક પદાર્થમાં વીતરાગપણે જાણવામાં જાય, તેટલો કાળ નિર્વિકલ્પ દશા કહી છે. વિચાર માત્ર રોકાય તો જડપણું પ્રાપ્ત થાય; પણ રાગ-દ્વેષવશ ઉપયોગ પલટાવે, તે વિકલ્પ છે. વીતરાગપણે ઉપયોગ એક પદાર્થમાં રોકાય, તે નિર્વિકલ્પતા. (બો-૩, પૃ.૭૭૬, આંક ૯૯૧) આજ્ઞામાં જ એકતાન થયા વિના પરમાર્થના માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે. (૧૪૭) કોની આજ્ઞા ? એ નક્કી કરી, પછી એકતાન થવાનું છે. આજ્ઞા, જ્ઞાનીની આરાધે તો મોક્ષે લઈ જાય અને અજ્ઞાનીની આરાધે તો સંસારમાં લઈ જાય. આપણને પ્રભુશ્રીજી કહેતા કે પરમકૃપાળુદેવને માનવા. બીજા કોઇને જ્ઞાની, ગુરુ માનવા જેવા નથી. જ્ઞાની, જીવને તરવાનો જ ઉપાય બતાવે છે. (બો-૧, પૃ.૩૦૪, આંક ૫૮) બીજી હઠયોગની ક્રિયા કરે, પણ પરમાર્થની તો આજ્ઞામાં એકતાન થયા વિના સમજણ પડે નહીં. આજ્ઞાને મૂકી, બીજે જાય તો આત્મા કદી જણાય નહીં. બધા જગતથી ઉદાસીન થાય ત્યારે આજ્ઞામાં એકતાન થવાય. પારકી પંચાત મૂકી, આજ્ઞામાં એકતાન થવું. જગતનું બધે વિસ્મરણ થઈ જાય, ત્યારે આજ્ઞામાં એકતાન થવાય. એવું ન થાય, ત્યાં સુધી પરમાર્થ પ્રાપ્ત થતો નથી.