SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૬) ભોજન ઉપર, દેહ ઉપર, ભોગ ઉપર જેને ધર્મ કરતાં વધારે પ્રીતિ હોય, તે પશુની પેઠે રાત્રે અને દિવસે ખાધા કરે છે. રાત્રે જમવાનું કરે, રાત્રે ખાય અને વાસણ-કૂસણ રાત્રે સાફ કરે, ત્યાં જીવદયા પાળવી મુશ્કેલ છે. રાત્રે પેટમાં ખોરાકનો ભાર હોવાથી ઊંધ વધારે આવે કે વિષયભોગો પ્રત્યે વૃત્તિ વધારે જાય, ભક્તિ કરવાનું મન ન થાય; કરે તો ઊંઘ, આળસ કે ચંચળવૃત્તિથી ભક્તિમાં વિપ્ન ઘણાં આવે. રાત્રે ભોજન નહીં કરવાનું જિંદગી સુધી વ્રત લે છે તે, દિવસે મૈથુનનો ત્યાગ કરે છે. એ રાત્રિભોજનનો ત્યાગ છઠ્ઠી પ્રતિમા પાળનાર, રાત્રે દળેલા લોટની વસ્તુઓ કે રાત્રે રાંધેલા અનાજનો દિવસે પણ ઉપયોગ કરતા નથી. દિવસ આથમતાં પહેલાં બે ઘડી સુધીમાં ભોજન વગેરેથી પરવારી લે છે. સવારે બે ઘડી દિવસ ચઢતાં પહેલાં ચા, દૂધ આદિ ન લે કે દાતણ સુદ્ધાં પણ કરતા નથી. આ નિવૃત્તિપરાયણ જીવો બીજા જીવોને દુઃખ ન થાય, તેમ વર્તે છે અને પોતાના આત્માને શાંતિ, દિવસે-દિવસે વધારે મળે, તે માટે રાત્રિનો વખત ભક્તિ, વાંચન, વિચાર, મુખપાઠ કરવામાં કે મોઢે કરેલું બોલી જવામાં ગાળે છે. (બી-૩, પૃ.૬૪૬, આંક ૭૬૭) D નય. (૧૭-૧૦૭) વસ્તુના બીજા ધર્મોન દુભાય તેમ વસ્તુને એક પ્રકારે કહેવી, તે નય છે. (બો-૧, પૃ.૧૦૬, આંક ૨૨) D નિક્ષેપ. (૧૭-૧૦૭) | નિક્ષેપ ચાર પ્રકારે છે. તે વસ્તુને ઓળખવાના કામમાં આવે છે. (૧) નામ નિક્ષેપ : નામથી વસ્તુ ઓળખાય છે. જેમ ઋષભદેવ એમ કહેતાં, તે રાજા હતા, પછી તેમણે રાજ્યનો ત્યાગ કર્યો હતો, તે તીર્થકર હતા, તે બધું એક નામ કહેતાં સાંભરી આવે. (૨) સ્થાપના નિક્ષેપ : જે વસ્તુ હાજર ન હોય, તે તેની સ્થાપનાથી જણાય. જેમકે પ્રતિમા, તે ભગવાનની સ્થાપના છે. (૩) દ્રવ્ય નિક્ષેપ : જે પૂર્વે થઈ ગયું છે અથવા ભવિષ્યમાં થવાનું છે, તેને વર્તમાનમાં હોય એમ કહેવું. જેમકે, કોઈ રાજા હોય, પછી ગાદીએથી ઉઠાડી મૂક્યો હોય તો પણ લોકો તેને રાજા કહે. શેઠના છોકરાને શેઠ કહે, કારણ કે ભવિષ્યમાં શેઠ થવાનો છે. દ્રવ્યથી પદાર્થ તેનો તે રહે છે, ભાવ ફરે છે. (૪) ભાવ નિલેપ : વર્તમાનમાં જેવું હોય તેવું જ કહે. જેમકે, કોઈ રસોયો હોય અને રસોઈ ન કરતો હોય તો તેને રસોયો ન કહે, રસોઈ કરતો હોય ત્યારે રસોયો કહે. (બો-૧, પૃ.૧૦૬, આંક ૨૨) D આશુપ્રજ્ઞનો વિનય જાળવું. (૧૯-૪૪૪) જે પૂર્વના આરાધક જીવને આ ભવમાં, સામાન્યજનો કરતાં વિશેષ પ્રજ્ઞા એટલે બુદ્ધિ પ્રાપ્ત થઈ છે અને મોક્ષમાર્ગ શું? આત્મા શું? શું ગ્રહણ કરવા યોગ્ય છે? શું તજવા યોગ્ય છે? તેવા પ્રશ્નોનો નિકાલ જેને
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy