SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૪) ત્રિપદનો ઉપયોગ અનુભવવો. (પ-૧૦) ઉત્પાદ, વ્યય અને ધ્રુવ – એ ત્રણ પદ કહેવાય છે. વસ્તુ ઉત્પન્ન થાય, નાશ પામે અને વસ્તુ વસ્તરૂપે ઘવ રહે. જેમ કોઈ ફૂલ જોયું. તે ઉપર વિચાર કરે કે આ ફૂલ હમણાં બહુ સારું ખીલ્યું છે, વિકસિત થયું છે, પણ પહેલાં એ કેવું હતું? પાછળથી કેવું થવાનું છે? એમ વિચાર કરે તો મોહ ન થાય. એમ દરેક વખતે લક્ષ રહે તો જ ત્રિપદનો ઉપયોગ અનુભવ્યો કહેવાય. (બો-૧, પૃ.૩૦૫, આંક પ૯) છે તે છે પણ મન વિચાર કરવા શક્તિમાન નથી. (પ-૨૬) છે તે છે એટલે આત્મા છે, પણ એ કહેવાય એવી વસ્તુ નથી, મનથી વિચારાય એવી વસ્તુ નથી. જ્યારે મન વિલય થાય ત્યારે આત્માનો અનુભવ થાય. સંકલ્પ-વિકલ્પ કરે ત્યારે મન કહેવાય અને જ્યારે સંકલ્પ-વિકલ્પ વિલીન થઈ જાય ત્યારે મન વિલય થયું કહેવાય. (બો-૧, પૃ.૩૧૭, આંક ૭૦) ખદ્રવ્યના ગુણપર્યાય વિચારો. (પ-૪૧) ખટુ એટલે ષ. છ દ્રવ્યના ગુણપર્યાય, જેમકે આત્મામાં જ્ઞાનગુણ છે. એ ગુણ હંમેશાં રહે જ. એ જ્ઞાન જુદું જુદું જાણે, તેથી જાણવાની બીજી-બીજી અવસ્થા પલટાય, તે પર્યાય છે. સહવર્તી તે ગુણ અને ક્રમવર્તી તે પર્યાય એમ કહેવાય છે. (બો-૧, પૃ.૩૧૮) [ રહેણી ઉપર ધ્યાન દેવું. (પ-૧૦૭) રહેણી એટલે વર્તન કેમ રાખવું તે. રહેણી-કહેણી એમ બેય સાથે વપરાય છે. કહેણી સહેલી છે અને રહેણી મુશ્કેલ છે. તે વિષે કબીરજીએ ક્યાંક ગાયું છે : "કહેણી મિશ્રી ખાંડ, રહેણી વિષકી વેલ.” (બો-૧, પૃ.૨૫૪, આંક ૧૫ર). વચનામૃત વીતરાગનાં, પરમશાંત રસમૂળ; ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ. (૧૫) નિઃસ્પૃહી પુરુષો પરમાર્થ પામીને, કોઈના પરમાર્થ અર્થે અને પોતાના પ્રારબ્ધ કર્મની નિર્જરા અર્થે, જે કંઈ વચનો અકષાયપણે કહે છે, તે સાંભળનાર ભવ્ય જિજ્ઞાસુને પરમ શાંતરસનું પાન કરવામાં સર્વોત્તમ નિમિત્ત છેજી. ત્રિવિધ તાપથી બળતા આ લોકમાં બચવાનો ઉપાય, તે પરમપુરુષનાં શાંતિપ્રેરક વચનો જ છે, તેથી જીવ અકષાયભાવ ઓળખીને આરાધે છે અને અનંત દુઃખરૂપ જળથી ભરેલા સંસારને તરી જાય છે. “આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન.' આવો અપૂર્વ લાભ પરમપુરુષની કૃપાદૃષ્ટિથી પ્રાપ્ત થાય છે. પરંતુ જેની વિપરીત દ્રષ્ટિ છે, જે હનપુરુષાર્થી છે, જ્ઞાનીનું કહેલું આરાધવા તત્પર નથી, ઇન્દ્રિયો તથા કષાયના જે ગુલામ છે; તેમને ત્યાગ, વૈરાગ્ય અને આજ્ઞા ઉપાસવાની પ્રેરણારૂપ વચનો, પોતાની સંસારભાવનાથી પ્રતિકૂળ હોવાથી ગમતાં નથી; તેનો વિરોધ કે ઉપેક્ષા કરે છે. તેથી તેવા જીવોને મદદરૂપ, તે વચનો થતાં નથી. ઊલટા ત્યાંથી દૂર ભાગી, સંસારમાં વિશેષ ઊંડા ઊતરે છે, એ દયા ઊપજાવે તેવું છે.જી. (બી-૩, પૃ.૫૬૪, આંક ૪૩૨)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy