SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ એ આખી ગાથાના દસ-બાર અર્થ કર્યા. આનંદઘનજીએ કહ્યું, બસ, આટલું જ આવડે છે ? ત્યારે યશોવિજયજીએ ફરી દસ-બાર અર્થ કર્યા. આનંદઘનજીએ કહ્યું, બસ, આટલું જ આવડે છે ? ત્યારે યશોવિજયજીએ કહ્યું કે તમે અર્થ કરો. આનંદઘનજીએ ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી એ ગાથાના અર્થ કર્યા. તેથી યશોવિજયજીને લાગ્યું કે આ બહુ ભણ્યા નથી, છતાં મારા કરતાં વધારે જાણે છે. હું કાશી ભણી આવ્યો છું, છતાં આટલું જાણતો નથી. બધું અભિમાન ગળી ગયું. આ પાંડિત્યમાં તો કાંઇ નથી. આત્માનું હિત એનાથી થાય એમ નથી. તેથી આનંદઘનજીને કહ્યું કે મારું આત્મહિત થાય એમ કરો. પછી આનંદઘનજીએ બોધ કર્યો. એ વખતે યશોવિજયજીને બહુ પ્રસન્નતા થઈ હતી. તેથી આનંદઘનજીના ઉપકારવાળાં ચાર-પાંચ પદો પણ રચ્યાં. પછી યશોવિજયજીએ યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથમાંથી સંક્ષેપમાં ‘આઠ દૃષ્ટિની સજ્ઝાય' લખી અને આનંદઘનજીને તે બતાવી. સંસ્કૃતનો ગર્વ મૂકીને ગુજરાતીમાં લખ્યું, તેથી આનંદઘનજી રાજી તો થયા પણ સાથે કહ્યું કે સમજ્યા તે શમાયા. સમજીને બીજાને કહેવાનું નથી, બહાર ફેંકી દેવાનું નથી. (બો-૧, પૃ.૨૭૬) શ્રીકૃષ્ણ I શ્રીકૃષ્ણ જે ‘ભાગવત'માં વર્ણવ્યા છે, તે પરમાત્મારૂપ છે. તે મોક્ષે જાય કે કર્મથી ન બંધાય, તેવા વર્ણવેલા છે; અને જૈન ગ્રંથોમાં જે શ્રીકૃષ્ણનું વર્ણન છે, તે ત્રણ ખંડના રાજાનું છે, અનેક યુદ્ધો કરનારનું તથા મોજશોખમાં ઠેઠ સુધી, ગળા સુધી ભરાઇ રહેલાનું વર્ણન છે. તેથી જેવાં કર્મ બાંધ્યાં તેવાં ભોગવવાં પડે, એવું જીવનચરિત્રો ઉ૫૨થી શીખવાનું છે. કૃષ્ણ નામે અનેક રાજાઓ થઇ ગયા છે, તો તેમની ગતિ સંબંધી બહુ ચર્ચામાં ન ઊતરવું. આપણે શું કરીએ તો મોક્ષ થાય, તે જ લક્ષ રાખી વર્તવું ઘટે છેજી. (બો-૩, પૃ.૭૦૪, આંક ૮૪૮) શ્રેણિકરાજા D આ કળિકાળમાં ધર્મ પરીક્ષામાં પાસ થનારા થોડા નીકળે છે. નિયમ થોડા લેવા પણ શૂરવીરપણે પાળવામાં આત્મહિત છે. એક ભીલને જ્ઞાનીપુરુષે કાગડાનું માંસ ન ખાવાનો નિયમ આપેલો. અંત વખતે તેના ઓળખીતાઓએ દવા કરવાનો આગ્રહ ગર્યો પણ તેણે માન્યું નહીં. દેહ છોડી તે દેવ થયો. તે દેવભવ પૂરો થયે રાજગૃહી નગરીમાં રાજપુત્ર થયો. ત્યાં શિકાર કરવા એક દિવસ ગયો, ત્યાં અનાથીમુનિ ધર્મના (પુણ્યના) પ્રભાવે મળ્યા. તેમના ઉપદેશથી તેને આત્મજ્ઞાન થયું. ઘણા રાજાઓનો તે ઉપરી થયો. શ્રી મહાવીર ભગવાન તેની રાજધાનીમાં પધાર્યા; તેને ક્ષાયિક દર્શન પ્રાપ્ત થયું; તીર્થંકરનામકર્મ બાંધ્યું જેના પ્રભાવે એક ભવ કરી, તીર્થંકર બની ઘણા જીવોને તારી,૮ પોતે મોક્ષે જશે. આ એક ધાર્મિક ચરિત્ર શ્રી શ્રેણિક મહારાજાનું કહ્યું. (બો-૩, પૃ.૬૮૭, આંક ૮૨૬) પ્રશ્ન : શ્રી શ્રેણિક મહારાજે એવું કયું કર્મ બાંધ્યું હતું કે તેમને સત્પુરુષનો યોગ થયા છતાં, સમ્યક્દર્શન થયા છતાં, નરકે જવું પડયું ?
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy