SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫) ભરત ચક્રવર્તી T ભરતચક્રના કેટલા પુત્રો હતા ! તે બધાને જાતિસ્મરણજ્ઞાન થયું; તેથી સંસારથી ભય પામ્યા અને બોલે પણ નહીં. લોકો કહે કે બધા ગાંડા છે. પછી ભગવાન પાસે દીક્ષા લીધી અને મોક્ષે ગયા. વધારે ડાહ્યો વધારે લૂંટાય. હું કંઈ જાણતો નથી, એવું કરવાનું છે. જ્ઞાનીની સરખામણીમાં આ જીવની પાસે શું છે? (બો-૧, પૃ.૨૨, આંક ૧૧૬) ભર્તુહરિજી | અમુક સુખી છે કે અમુક દુઃખી છે, એ વાત કોઈના કહેવાથી એકદમ માન્ય કરી, તેની ફિકરમાં પલ્લું એ વિચારવાનનું કર્તવ્ય નથી. એક લાંબી વાત છે, પણ ટૂંકામાં સારરૂપ લખું છું : ભર્તુહરિ અને તેમના મોટાભાઈ શુભચંદ્રાચાર્ય, બંને માળવાના રાજકુમાર હતા. નિમિત્ત પામીને વૈરાગ્ય પ્રાપ્ત થતાં, બંને ત્યાગી થયા. ભર્તુહરિ કોઇ તાપસ બાવાની સેવામાં ઘણાં વર્ષ રહ્યા અને રસાયણવિદ્યા શીખી, એવો રસ એક તુંબડી ભરીને બનાવ્યો કે તે લોઢા ઉપર નાખે તો બધું લોઢું સોનું થઈ જાય. તાપસ મરી ગયા પછી તેમને પોતાના ભાઈ સાંભર્યા કે તેમને શોધીને હું સુખી બનાવું. નિશાની આપીને એક શિષ્યને પ્રથમ મોકલ્યો, સાથે અડધી તુંબડી રસ પણ આપ્યો અને કેમ સોનું બનાવવું તે સમજાવવા કહ્યું. ઘણી શોધ કરતાં એક જંગલમાં નગ્ન બેઠેલા તે દિગંબર મુનિને તેણે દીઠા અને ઓળખ્યા. ભર્તુહરિના સમાચાર કહી, પેલી રસવાળી તુંબડી તેમના ચરણમાં મૂકી. તેમણે તો પથરા ઉપર ઢોળી દીધી. પેલા શિષ્યને તો ઘણો ખેદ થયો અને તે મૂર્ખ જેવા જણાયા. પાછો તે ભર્તુહરિ પાસે જઈ કહે, તમારા ભાઈ તો બહુ દુઃખી છે; પહેરવા કપડાં તથી; રહેવા ઝૂંપડી સરખી નથી; નથી કોઇ ચેલો સેવક. બિચારા ગાંડાની પેઠે નાગા ફરે છે. ભર્તુહરિને બહુ દયા આવી, તેથી જાતે બાકી અડધી તુંબડી રસ હતો તે લઈને, શિષ્ય જણાવ્યું તે જંગલમાં ગયા, અને તેમને ઓળખી, સમાચાર પૂછી, તુંબડી પાસે મૂકી, બધી હકીકત કહી કે બાર વર્ષ મહેનત કરીને બનાવેલો આ રસ ચમત્કારી છે. તે તુંબડી લઈ ફરી પણ તેમણે ઢોળી નાખી. તેથી ભર્તુહરિ તો નિરાશ થઈ ગયો. ભાઈને સુખી કરવામાં, પોતે ગરીબ થઈ ગયો. તે ખેદ તેના મુખ ઉપરથી પારખી, શુભચંદ્રાચાર્યમુનિ કહે, “ભાઈ, આવી ખટપટમાં પડયાથી આત્માનું શું હિત થનાર છે ? જો સોનું જ જોઈતું હતું તો રાજ્યમાં ક્યાં ઓછું હતું ? તે છોડીને પાછા માયામાં કેમ ફસાઓ છો? મોટા આશ્રમો કરવામાં, શિષ્યો વધારવામાં કે લોકોમાં ધન આપી મોટા ગણાવામાં કે લોકોની દવા કરી તેમનાં શરીરનાં સુખની ઇચ્છા કરવામાં હિત માનો તે કરતાં, તમારા આત્માને માયામાંથી છોડાવવાનું ભૂલી જાઓ છો, તે કેમ લક્ષમાં આવતું નથી ? તમારી શી ગતિ થશે ? આ વનસ્પતિના રસમાં બાર વર્ષ ગાળ્યાં, તેટલાં વર્ષ આત્માને સ્થિર કરવામાં ગાળ્યાં હોત તો અત્યારે નજીવી તુચ્છ માયિક વસ્તુનો ખેદ થાય છે, તે ન થાત; કોઈ માથું કાપી નાખે તોપણ રોમ ન ફરકે તેવા બન્યા હોત. તમે જે રસ લાવ્યા તેને તો લોઢું શોધીને તેના ઉપર નાખે તો સોનું થાય, પણ જુઓ.' એમ કહી પોતાના પગ તળેથી ધૂળ લઈ, પાસેની શિલા ઉપર નાખતાં બધી શિલા સોનાની થઈ ગઈ.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy