SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૧) વિભાગ-૪ વ્યક્તિવિશેષ અંબાલાલભાઈ પરમકૃપાળુદેવની સેવામાં રહેલા, તેમના પરમ કૃપાપાત્ર પૂ. શ્રી અંબાલાલભાઇએ પ.પૂ. પ્રભુશ્રીજી સંઘાડાથી છૂટા થયા ત્યારે લખેલા પત્રની નકલ લખી મોકલી છે. તેનો સદુપયોગ કરવા લક્ષ લેશોજી. મારાપણાના લૌકિકભાવે ગચ્છમતાદિ જીવે માન્ય કર્યા છે અને લૌકિકભાવ, સંસારત્યાગ કરી મુનિપણું ગ્રહણ કરતી વખતે ગળામાં પહેરેલો હોવાથી હું ફલાણા સંઘાડામાં છું, તેમાં હું મનાઉં છું, પૂજાઉં છું, આ અમારો સંઘાડો છે, આ સાધુ-શ્રાવક મારા છે, એમ જ હું સંઘાડાથી જુદો પડ્યો, મને તિરસ્કાર થયો, આહાર-પાણી હવે તે સંઘાડાને માન્ય કરતા શ્રાવક-શ્રાવિકા મને નહીં આપે ? શું થશે ? તિરસ્કાર થશે ?' એમ પણ ફુરણા આત્મામાં થાય છે. તેનું કારણ મુનિપણું ગ્રહણ કરતાં જે સંઘાડા આદિનું મમત્વપણું જીવે વરમાળરૂપે પહેર્યું છે, તે સત્તામાં ઘણું સૂક્ષ્મ રહેલું હોવાથી એ જ ફુરણા કરાવી, આત્માને એક સમય પણ દીન, ગુનેગાર, રંક બનાવી દે છે; પણ પુરુષના યોગે તે ભાવ દબાઈ જવા યોગ્ય છે. આવા લૌકિક ઉદયથી મનને સંકોચ નહીં કરતાં મહામુનિઓ આનંદમાં રહે છે અને નીચે પ્રમાણે પરમાર્થ વિચારે છે : અસત્સંગ સહેજે દૂર થશે; મારાપણું આખા જગતનું છોડ્યું હતું અને તેમાં લપિયા સંઘાડાને લઇને કંઈ વળગ્યું હતું તે સહેજે છૂટું, એ પરમ કૃપા શ્રી સદ્ગની છે. હવે તો હે જીવ! તારો ગચ્છ, તારો મત, તારો સંઘાડો ઘણો મોટો થયો, ચૌદ રાજલોક જેવડો થયો. ષટે દર્શન ઉપર સમભાવ અને મૈત્રીભાવ રાખી નિર્મમત્વભાવે, વીતરાગભાવે આત્મસાધનને બહોળો અવકાશ મળ્યો.” જેની વૃત્તિ અંદર આત્મભાવમાં ઊતરતી જાય છે તેને ક્ષેત્ર, કાળ, દ્રવ્ય, ભાવ કંઈ નડતાં જણાતાં નથી. તેને કાળ, દ્રવ્ય, ભાવ, ક્ષેત્ર માત્ર નિર્મમત્વભાવે ભાડું આપવા માટે ગષવા છે. તે ગમે તે શહેરમાં, ગામમાં, ગામડામાં, આત્મનિવૃત્તિ બનતી હોય તો ત્યાં અડચણ આવશે નહીં. ભોગાવલિ કર્મ પ્રમાણે સઘળી વસ્તુઓ, ભોગો, સુખદુઃખ વગેરે કર્મ અનુસાર આવ્યા જશે, માટે વિકલ્પરહિત જ્ઞાની સદ્ગુરુની આજ્ઞા અનુસાર કરવા આપની વૃત્તિ છે, તે બહુ જ ઉત્તમ છે. મારાપણું સમૂળે જાય એમ મનને પ્રબળ કરવાથી, કાયાને પ્રબળ કરવાથી તો લાભ થાય; પણ આત્માને અતિ બળવાન કરવાથી પૂર્ણ લાભ થાય છે. નિર્મળ એવું જળ, ખારા સમુદ્ર ભેગું મળવાથી શાંત પડી રહેવા ઇચ્છતું નથી, પણ સૂર્યની ગરમીના યોગે વરાળરૂપ થઈ, વાદળારૂપ થઇ જગતને અમૃતમય થવા સર્વ સ્થળે પડે છે; તેમ જ આપ જેવા મહામુનિઓ સત્ એવા પરમ સ્વરૂપને જાણ્યાથી નિર્મળ જળરૂપ થઇ, આખા જગતના હિતને માટે મારાપણું છોડી, ગચ્છમતાદિની કલ્પનાથી રહિત થઈ, આખા લોકને અમૃતમય કરવા વીતરાગભાવ સેવો છો. કોઈ પણ, કોઈ પણને છૂટો કરવા, ભેગો કરવા માગે તો થઈ શકતું હોય એમ જણાતું નથી. જીવ અજ્ઞાન, મિથ્યાત્વભાવમાં જ્યાં સુધી છે ત્યાં સુધી મિથ્યાત્વમાં, આ ગચ્છમાં, તે ગચ્છમાં જ્ઞાની
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy