SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૭ એક તો સામૈયું કે કશી ધમાલ ન કરતાં મુમુક્ષુ મુમુક્ષુને ઘેર જાય તે એક પ્રકારનું વર્તન મને પસંદ છે અને એ જ યોગ્ય છે. પ્રતિષ્ઠા કે પ્રભાવનાનો પ્રસંગ હોવાથી પહેલાં કશું તમને કહેલું નહીં; પણ હવે તો જેમ તમે અહીં આવો છો તેમ જ હું ત્યાં આવું છું એ લક્ષ રાખી, હું તમને પ્રણામ ઊભો-ઊભો કરું છું, સર્વ પરસ્પર મુમુક્ષુઓ અહીં વર્તીએ છીએ તેમ હાથ જોડી સામસામી વિનયની પદ્ધતિ રહે તો એ પ્રણાલિકા ઉચિત અને હિતકર ગણાય; એટલે અહીં આશ્રમમાં જેમ ચાલે છે તેમ ત્યાં વિનયવ્યવહાર રાખવા વિનંતી છે. તે સર્વ ભાઇઓને તેમ જ ખાસ કરીને મુમુક્ષુબહેનોને પણ સમજાવી જણાવવા વિનંતી છે.જી. બીજું કંઈ પણ આશ્રમ ખાતે કે સમાધિ ખાતે કોઇને આપવા ઇચ્છા હોય તો પૂ. ... ને આપે, તો તે અહીં મોકલાવી દેશે, પણ મારા આગળ કોઈ ન મૂકે એ સૂચના બધાને જણાવશો. તમે ઘણાખરા તો તે જાણો છો અને પ.પૂ. પ્રભુશ્રીજીએ તેમના આગળ જેમ પૈસા મુકાતા તેમ કોઇ મુનિ વગેરે આગળ નહીં મૂકવા સૂચના કરેલ છે. આટલી વાત લક્ષમાં રહેશે તો ફરી કદી એ બાજુ આવવા વિચાર થાય તો સંકોચ મનમાં ન રહે તે માટે લખી જણાવ્યું છેજી. એક પરમકૃપાળુદેવ પ્રત્યે જેટલી ભક્તિ થશે તેટલી આત્મહિતકારી છે અને તે જ કરવા પ.પૂ. પ્રભુશ્રીજીએ આપણને અનેક વાર પૂનાથી શરૂ કરીને કહેલ છે; તે લક્ષ રાખી, એકને ભજવાથી સર્વ સિદ્ધ અને વર્તમાન અરિહંત આદિની પણ ભક્તિ થાય છે એમ આપણે સાંભળ્યું છે, તે વાત સર્વને સમજાવવા વિનંતી છે. (બી-૩, પૃ.૧૨૩, આંક ૧૨૪) || ધર્મધ્યાનનું કારણ સદ્ગુરુની મુખમુદ્રા તથા તેમનાં વચનામૃત આ કાળમાં છે. તેના પ્રત્યે જે જે જીવોને આદરભાવ, ઉલ્લાસભાવ વર્તે છે તેને સહેજે મદદરૂપ થવું એવું અંતરમાં રહ્યા કરે છે. તેથી તમારો કાગળ વાંચી, બીજા વિચારો દબાવી, જઈ આવવું, એવું નક્કી કર્યું છેજી. પરમકૃપાળુદેવનું યોગબળ જગતનું કલ્યાણ કરો. (બી-૩, પૃ.૩૮, આંક ૩૯૧) તમારા પત્રમાં મેં તો આપને જ સર્વજ્ઞ તરીકે માનેલા છે. આદિ લખ્યું છે તે વાંચી, મારા દોષોનો મને વિશેષ વિચાર થયો અને મારી જ કોઈ ભૂલને પરિણામે તમને આવી માન્યતા થઈ હશે કે કેમ? તે તપાસી જોતાં, દરેક પત્રમાં શ્રીમદ્ રાજચંદ્રના પ્રત્યે માત્ર શ્રદ્ધા રાખી, તેની કૃપાથી તરવાની ભાવના રાખનાર, માત્ર તમને તમારી દુ:ખી દશામાં તે મહાપુરુષનું શરણ આધારરૂપ થાય તેવી ભાવના રાખનારરૂપે જ મેં કંઈ લખ્યું હોય તેમ લાગે છે. છતાં “વાત કરનારની વહેલે ચડી બેસે' તેવું તમારું વાક્ય મને ચોંકાવનાર લાગ્યું અને હાથીની ઉપમા ગધેડાને આપે તેમ જે પરમકૃપાળુદેવને લખવું ઘટે, તે તેના ઘરમાં વાસીદું કાઢવાને પણ યોગ્ય નથી તેને લખો, તે મને પોતાને શરમાવનાર લાગવાથી આટલું લખ્યું છે. તે તમને ખોટું લગાડવા નહીં, પણ તમારી માન્યતા મારા ઉપરથી ઊઠી તે મહાપુરુષનો જ પાલવ પકડી. સતી સ્ત્રીની પેઠે ત્યાં જ (પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર ઉપર જ) સર્વ ભાવે અર્પણતા થાય, તે તમને અને મને પણ હિતકારી જાણી, ખરેખરી ધ્યાનમાં રાખવા લાયક વાત લખી છે, તે વાંચી Æયમાં ધારણ કરી, કદી ન ભુલાય તેવી અચળ કરવા, આ સૂચનારૂપ વિનંતી છે.
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy