SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૫) હું તો અલ્પ પામર જીવ છું. પાતળી સોટી ઉપર ભાર મૂકવાથી તે ભાંગી જાય અને ભાર મૂકનારને પણ નુકસાન થાય; તેમ આપણી શ્રદ્ધા, ભાવના, પ્રાર્થના પરમકૃપાળુદેવ પ્રત્યે રહે તે જ ઇચ્છવા યોગ્ય, કરવા યોગ્ય છે. તેને બદલે મને મોટો ભા બનાવી તેમાં મને અહંકારના ભારે ભાગી જવાનો ભય છે અને તમને કંઇ હિત નહીં થતાં મિથ્યા ભ્રાંતિમાં રહેવારૂપ નુકસાન થવાનો સંભવ છે. માટે આપને ચેતવણીરૂપે આ સૂચના આપી છે, તે લક્ષ્યમાં લઈ તમારા પત્રમાં જણાવેલી સુંદર ભાવના તે પરમપુરુષ, ઇષ્ટદેવ, પરમકૃપાળુ પરમાત્મા પ્રત્યે કરતા રહેવા વિનંતી છે. તેમાં આપણા સર્વનું હિત છે. (બી-૩, પૃ.૧૨૬, આંક ૧૨૫) ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ, આખરે, મુમુક્ષુજીવને તરવાના સાધનરૂપ પરમકૃપાળુદેવની આજ્ઞા જણાવવા, સ્મરણ આદિ સત્સાધન બતાવવા ફરમાવેલું તે આપને જણાવી દીધું છે. તેનું બને તેટલું માહાસ્ય દ્ધયમાં રાખી આરાધન કરવાનું છે. ભાઈ, હું તો માત્ર ચિઠ્ઠીનો ચાકર છું. ભીડને વખતે તમને કોઈ પરોપકારી પુરુષે મારી મારફતે હૂંડી મોકલાવી, તેથી તમને અણીને વખતે મળેલી મદદથી આનંદ થાય, મારા પ્રત્યે સદ્દભાવ થાય, પણ તેનો માલિક હું થવા જાઉં તો દોષિત થાઉં. જેનું ધન છે તેને ધન્ય છે; તેનો ઉપકાર વારંવાર દ્ધયમાં રાખી, તેની વાત ગમે ત્યાંથી સમજી, આત્મહિત આ ભવમાં કરી લેવું એ જ મારી સવિનય સલાહ છેજી. પરમકૃપાળુદેવને માનનાર મહાભાગ્યશાળી જીવોમાંનો હું એક છું, તેની ના નથી; પણ હવે “પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુઉર બસેં.” તે અર્થે, પરમકૃપાળુદેવ એ જ આપણા બધાના આધાર છે, એટલો લક્ષ વિશેષપણે રાખવા વિનંતી છેજી. કંઈ કામ પ્રસંગે જેમ તમે તમારા મોટાભાઈને પુછાવો, ખુલાસો મગાવો તેમ તમને મૂંઝવણના પ્રસંગે, મને ઉકેલ આવે તે પ્રમાણે તમને જણાવવા હરકત નથીજી. પ.પૂ. પ્રભુશ્રીજીના એક પત્રમાંથી ઉપયોગી ઉતારો, ટૂંકામાં, આ પ્રસંગે વિચારવા લખું છું ઃ “શમભાવ, સમતા, ક્ષમા, સદ્દવિચારમાં રહો. કોઈ સંકલ્પ-વિકલ્પ ઊઠે કે તરત વૃત્તિ સંક્ષેપી, જે કોઈ પ્રત્યક્ષ જ્ઞાનીપુરુષોની કોઈ ભાવિક જીવાત્મા પ્રત્યે આજ્ઞા થઈ છે તે, મહામંત્ર, કોઈ સત્સંગના યોગે આ જીવાત્માને મળી આવ્યો તો બીજું સર્વ ભૂલી જઈ, તેનું જ સ્મરણ કર્તવ્ય છેજી. તેથી ચિત્ત સમાધિ પામી, વિભાવવૃત્તિનો ક્ષય થાય છેજી. તે કર્તવ્ય છેજી. સર્વ મુમુક્ષુ જીવાત્માને પણ તે જ લક્ષ કર્તવ્ય છેજ.” (ઉપદેશામૃત પૃ.૪૪) (બી-૩, પૃ.૪૦૨, આંક ૪૧૦) “આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વ વાણી, પરમકૃત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય.' તમારા પત્રના છેલ્લા ભાગનો ઉત્તર પ્રથમ લખું છું કે ઉપર જણાવેલી ગાથામાં જણાવેલ સદ્ગુરુનાં લક્ષણ મારામાં નથી. જ્ઞાની પુરુષે કહેલી આજ્ઞા, જે ભવથી તારે તેવી છે, તે ચિક્રિ આપનાર ચાકરની પેઠે મેં આપને જણાવી છે, પણ પરમ પૂજ્ય પરમકૃપાળુદેવ જ સગુસ્વરૂપે ઉપાસવા યોગ્ય છે, એ મારા અંતઃકરણની વાત આપે પૂછવાથી જણાવી છેજી. (બો-૩, પૃ.૫૭૫, આંક ૬૪૭). | |
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy