SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૫) (૧) આ શરીર સંબંધી સંકલ્પ-વિકલ્પો એટલે શરીર સાજું-માંદું હોય, કમાણી થઇ શકે તેમ ન હોય તેવે પ્રસંગે બીજાને બોજારૂપ થઇ પડ્યા વિના શરીરનું ટટું નભાવવા જેટલું સાધન કે પૂંજી વિષે વિચાર. સંસારમાં નિકટનો સંબંધ ગણાય છે તેવા સંબંધવાળો છોકરો બબુ. તેની સમજણયોગ્ય ઉંમર થતાં સુધી તેના શરીરની સંભાળ અને કેળવણી માટે મારે માથે ગણાતી ફરજ, તેના વિચારો. (૩) જે કુટુંબમાં આ ભવમાં મારો સંબંધ જન્મથી જોડાયો છે તે કુટુંબ તરફની મારી ફરજ એટલે તમારે માટે અને તમારા પરિવાર માટે જે કરવું જોઇએ, તેના વિચાર. (૪) દસ વર્ષથી લોકસેવા તરીકે સ્વીકારેલું સોસાયટીનું આણંદનું કામ, તેના વિચારો. આ ચાર પ્રકારના વિચારો – હોડીમાં ચાર કાણાં હોય અને તેમાંથી પાણી હોડીમાં ભરાતું હોય ત્યાં સુધી હોડીમાં બેસી સહેલ કરવા નીકળેલા માણસથી જેમ નીચે મને બેસી શકાય નહીં, કારણ કે તેમાંથી પાણી આવ્યા કરે ત્યાં સુધી બૂડીને મરી જવાનો ભય છે, તેવા આ ચાર પ્રકારના વિચારો મને મૂંઝવતા અને કેટલેક અંશે મૂંઝવે પણ છે. જ્યાં સુધી તે વિચારોનો આવરો પાણીની પેઠે ઊભરાતો હોય ત્યાં સુધી મોક્ષની તૈયારી કે સાચા સુખનો ખ્યાલ ન આવી શકે તે સ્વાભાવિક છે તથા સમજી શકાય તેવું છે. એ ચાર પ્રકારના વિચારો કે ચિંતાઓ ખરી રીતે હરકતકર્તા છે; પણ તે સંબંધી મેં શું શું કર્યું છે અને તેનું પરિણામ કંઈ આવ્યું છે કે નહીં, તે થોડું હું જણાવી જવા ધારું છું. તેમાં છેલ્લી બે બાબતો પહેલી લઈને તે વિચારતા બાકીની વાતો સમજાશે એમ લાગે છે. તમને વખતે એમ લાગશે કે મેં આજ સુધી મારી જાતને માટે જ વિચાર અને કામ કર્યું છે, પણ ઘર સંબંધી મેં ચિંતા કરી હોય તેમ જણાતું નથી; પણ કામ જુદું છે, અને ચિંતા જુદી છે; એટલે જોકે કામ બહુ થોડું કે નજીવું થયું હશે, પણ ચિંતાઓથી હું છૂટયો નથી એ બતાવવા થોડું લખું છું. જોકે ઘર સંબંધી મારે બદલે ચિંતા કરનાર બબુની બા હતી ત્યાં સુધી તેના મનમાં અમુક રકમ ઘેર મોકલવી એમ રહેતું અને દર મહિને ભડકતાં ભડકતાં ખર્ચ કરતી, તે હું તે વખતે વધારે સમજી શકેલો નહીં; કારણ કે સોસાયટીનો પગાર એક કુટુંબનું ખર્ચ સારી રીતે નભે એ હેતુથી રાખવામાં આવેલો, તેથી વધે તેટલું બાંધણી મોકલવું એમ કહી મૂકેલું છતાં તેના મનમાં “બાંધણીવાળા શું કહેશે? કંઈ નહીં મોકલાય તો શો વિચાર બાંધશે ?' વગેરેની તેના મનમાં ભાંજગડ રહેતી, પણ એ ચિંતાથી કંઈ તે વિશેષ કરી શકી નથી. તે પહેલાં હું ભણતો હતો તે વખતની મારા મનની સ્થિતિ જરી જણાવી જઉં તો ચિંતાઓના ઢગલેઢગલા કરવા છતાં તેનું પરિણામ ઉદ્વેગ અને દુ:ખ કરતાં વિશેષ કંઈ આવી શક્યું નથી, તે જણાશે. હું ભણતો હતો તે વખતથી કોણ જાણે મને ભવિષ્યના જ વિચારો આવ્યા કરતા હતા. હું આ સંસારમાં મારો રસ્તો કેવી રીતે કાઢી શકીશ ? એ વિચારો બહુ નાની ઉંમરથી એટલે ચૌદ-પંદર વર્ષની ઉંમરથી મને થયા કરતા. એક તો મારે જાતે કમાઇને ખાવું પડે તેવી ઘરની સ્થિતિ છે, એ ખ્યાલ મને નાનપણથી રહેલો. તેની સાથે તમે ન હો તો મારે માથે બધી જવાબદારી છે, તે વિચાર મને દુઃખી કરતો. એ આખા કુટુંબનો બોજો હું કેવી રીતે ઉપાડી શકીશ, એ મારા નાનપણના મગજને મૂંઝવી દેતો. અને જ્યારે-જ્યારે કોઈ પચાસ-સાઠ વર્ષના માણસને હું જોતો ત્યારે મને એમ જ વિચાર આવતો કે આ માણસે ગમે તે રીતે આ સંસારની યાત્રા લગભગ પૂરી કરી, તેણે કાઢયાં તેટલાં વર્ષો હવે કાઢવાં નથી
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy