SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૦) ધોવાથી રંગ નીકળી જાય તો પણ બીજા કપડાંને તેનો પાસ બેસે છે; તેમ જ્યાં સુધી મને સંગનો રંગ પાકો લાગ્યો ન હોય ત્યાં સુધી મારું કહેવું હોય તેમાં ડહોળા પાણી જેવો દોષ દેખાવાનો સંભવ છે. પણ તેવું પાકા રંગવાળું કપડું ધોતાં થવાનો સંભવ નથી; તેમ સાચા પુરુષનો સમાગમ જેને થાય તેને દોષ લાગવાનો સંભવ નથી. ઊલટો ફાયદો થવાનો સંભવ છે. તેથી મારા દોષ તરફ જોવા કરતાં, મારા બ્દયના ભાવ તરફ નજર રાખી, આ લાંબો કાગળ કંટાળ્યા વગર થોડું-થોડે કરીને પૂરો વાંચી જશો, વિચારશો અને બને ત્યારે ઉત્તર લખશો કે મળાય તેમ ગોઠવણ કરવા જણાવશો. મોટા પુરુષોને મોક્ષ સિવાય બીજી કોઈ ઇચ્છા હોતી નથી અને આપણે પણ મોક્ષ મળતો હોય તો પાછા પડીએ એવા નથી, એટલે મોક્ષનો ખપ આપણે પણ છે; એટલે મારે-તમારે, બંનેને મોક્ષની ઇચ્છા છે એટલું ધારી લઈને જ આજે જે કંઈ લખાય તે લખવા વિચાર છે. તમારા મનમાં જો એમ થાય કે તમે અગાસમાં રહેનારા સાધુ મહારાજનો ધર્મ માનો છો તો અમારે એ ધર્મ સંબંધી તમારું કહેવું માનવું નથી, બીજું જે કહેવું હોય તે કહો. જો આવું મનમાં રહેતું હોય તો તે વિષે વિશેષ વિચાર કરવો ઘટે છે. આ વાત કહેતાં જો મારા સંબંધી કે એ મહાત્માઓ સંબંધી કંઈ કહેવું પડે તો મારાં કે તેમનાં વખાણ કરવા કહેલું છે એમ ન માનશો; કારણ કે પોતાનાં વખાણ થાય એવી ઇચ્છા તો અમારે છોડવી છે; તો જાતે શા માટે તે કરીએ ? પણ માત્ર સત્ય અને આત્મહિત તરફ જ નજર રાખીને કંઈક કહીશ. ગમે તે ધર્મના કહેવડાવવામાં કાંઈ કલ્યાણ નથી. ગામમાં મુખી ન હોય અને ગમે તેને લોકો મુખીના નામથી ઓળખે, તેમાં એને અધિકાર કે પગાર કે કાંઈ ફાયદો મળતો નથી, અથવા ગધેડાની પીઠે સાકરની ગૂણ ભરી હોય પણ તેના પેટમાં કાંઈ આવતું નથી; તેમ ગમે તે ધર્મવાળા આપણને લોકો ગણે, પણ આપણને તે ધર્મથી સારી જિંદગી – મોક્ષનો માર્ગ ન મળે ત્યાં સુધી લોકોના કહેવાથી આપણે ધર્માત્મા બની શકીએ નહીં. મોક્ષનો માર્ગ છે ઘર્મથી મળે, એમ આપણો આત્મા કબૂલ કરે, તે જ આત્માનો ધર્મ. બાકી તો બીજાને બતાવવાના કે પોતાના આત્માને છેતરવાના ધર્મ ગણાય, એમ મને અત્યાર સુધી લાગ્યું છે. ધર્મ તો આત્માના ભાવમાં, ઉત્તમ વિચારમાં, ઉત્તમ આચારમાં અને ઉત્તમ વસ્તુની માન્યતામાં રહેલો છે. તેને તો દયમાં ગુપ્ત સાચવીને રાખી મૂકવા જેવો છે. જેમ કોઈ દસ હજારનો હીરો આપણે ખરીદ્યો હોય તો તેને સોનાની વીંટીમાં જડીને સુંદર દાબડીમાં ઘાલી તિજોરીમાં રાખી મૂકીએ છીએ અને જ્યાં-ત્યાં તેને બતાવતા નથી ફરતા, પણ કોઈક ઉત્સવના પ્રસંગે કે આફતના પ્રસંગે તેનો ઉપયોગ થાય છે; તેમ ધર્મ પણ ઘણી જ કીમતી વસ્તુ છે અને તેની મનુષ્યભવમાં જ કમાણી થઈ શકે છે. તેના પરીક્ષક પણ કોળી કે કાછિયા જેમ ઠેર-ઠેર હોય છે તેમ નથી હોતા. કોઈક મોટા શહેરમાં જ સાચા હીરાના પારેખ તો હોય છે; તેમ સાચો ધર્મ પામેલા પણ વિરલા જ જડી આવે છે અને તેની પરીક્ષા થવી, ઓળખાણ થવી એ તો પૂર્વના સંસ્કારથી, સત્સંગના જોગથી, વૈરાગ્યવાળી આપણી સ્વાભાવિક વૃત્તિથી કે સંસારથી કંટાળેલા, થાકેલા દુ:ખી જીવથી કોઈક ધન્ય પળે જ બની શકે તેમ છે. મોક્ષમાર્ગ કે ધર્મ, આવો દુર્લભ અને કીમતી છે અને તે જેના હાથમાં આવે, જેને તે સમજાય છે તેને, આ સંસારમાં ગમે તેટલી ભારે અને મોંઘી ગણાતી ચીજ પણ લલચાવી શકતી નથી. જેમ નાનું છોકરું
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy