SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ‘બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી. તો પછી ધર્મપ્રયત્નમાં, આત્મિકહિતમાં અન્ય ઉપાધિને આધીન થઇ પ્રમાદ શું ધારણ કરવો ?'' (૪૭) આમ પરમકૃપાળુદેવે લખ્યું છે, તે પુરુષાર્થની વૃદ્ધિને અર્થે લખ્યું છે. એ વિચારી આત્મહિતમાં પ્રવર્તવા ભલામણ છેજી. ઇડરથી પાછા ફરતાં આપ અમદાવાદ હશો તો મળી શકાશે; અને અહીં પધારી શકો તો એથી વિશેષ શું હોઇ શકે ? (બો-૩, પૃ. ૬૦૭, આંક ૭૦૦) પૂ. અંબાલાલ મારવાડીનો દેહ છૂટી ગયો છે. આમ તો તે ઢીલો જણાતો હતો, પણ પરમકૃપાળુદેવની પકડ તેની સારી હતી. બ્યાવરના જુગરાજ અને એ અંબાલાલ, બે મિત્રો હતા. તેમણે ‘જીવનકળા' વાંચી અને આશ્રમ છે તે કેવું છે તથા કેવી સગવડ છે, તે જોવા સ્વ. અંબાલાલને અહીં પહેલા મોકલેલા. તે આવ્યા અને તેને ગમવાથી, તે તો રહી જ પડયા. છેલ્લે તેમને ન-છૂટકે આશ્રમ છોડવું પડયું, પણ છેવટ સુધી તેની શ્રદ્ધા સારી રહી. (બો-૩, પૃ.૪૭૮, આંક ૫૦૭) આશ્રમમાં સવારે પાંચથી સાત ભક્તિ, ચૈત્યવંદન વગેરે થાય છે. પછી દેવદર્શન પરવારી બધા છૂટા થાય છે. નાસ્તોપાણી કરી, સાડા નવથી બધા મળે છે. તે વખતે સાડા દસ સુધી પંચાસ્તિકાય પરમકૃપાળુદેવે લખેલ, શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાંથી વંચાય છે. બહુ સારી તત્ત્વદર્શક ચર્ચા ચાલે છે. પછી પંચકલ્યાણક અને આઠ દૃષ્ટિનો સ્વાધ્યાય સાડા અગિયાર સુધી થાય છે. પછી જમવા સર્વે વીખરાઇ જાય છે; અને પછી અનુકૂળતા પ્રમાણે એકાંત સ્વાધ્યાય જુદ-જુદે સ્થળે થાય છે. સાંજના ત્રણથી ચાર ભક્તિ થાય છે અને ચારથી પાંચ સુધી ‘પ્રવચનસાર' શ્રી કુંદકુંદાચાર્યનો ગ્રંથ, શ્રી અમૃતચંદ્રાચાર્યની સંસ્કૃત ટીકા સહિત, ગુજરાતી ભાષા દ્વારા ચર્ચાય છે. પછી પાંચ વાગે બધા દેહકાર્ય અર્થે કે અન્ય સ્વાધ્યાય અર્થે જુદા પડે છે. સાંજે પોણા સાતે દેવવંદન થયા પછી પ્રતિક્રમણ, ભક્તિ વગેરે આઠ વાગ્યા સુધી થાય છે અને આઠથી નવ સુધી ‘ગોમ્મટસાર કર્મકાંડ’નો સ્વાધ્યાય થાય છે. એ ગ્રંથ બહુ સૂક્ષ્મ અને ઉપયોગી છે. આમ આખો દિવસ ધર્મધ્યાનનો પ્રવાહ વહી રહ્યો છે. તેમાં સ્નાન કરવાની જિજ્ઞાસા જાગે તો બળ કરીને પણ બને તેટલો લાભ લઇ લેવા જેવો અવસર આવ્યો છે. મનુષ્યભવ મહાદુર્લભ મળ્યો છે, તેમાં જો કંઇ સાર્થક ન થયું તો ઘડીમાં છૂટી જાય તેવા દેહની ને દેહની ચિંતા કરતા રહેવામાં શું વળવાનું છે ? ઘણા પ્રકારની શિથિલતા દૂર થવા યોગ્ય અવસર આવ્યો છે તો ચેતી લેવા જેવું છે. પૂ. ને અત્રે આવવા વિચાર હોય તો આ પત્ર વાંચી વહેલા આવવા ભલામણ છેજી. આત્મહિતની ગરજ જેને હોય, તેને આ માત્ર સૂચના છે, આગ્રહ નથીજી. (બો-૩, પૃ.૧૫૩, આંક ૧૫૪)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy