SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ (૯૮) D આપનો પત્ર મળ્યો. પ.પૂ. પ્રભુશ્રીજીએ જ્યાં ચૌદ ચોમાસાં કર્યા છે, એવા રાજગૃહી તીર્થ સમાન અગાસ આશ્રમમાં આવવાનો વિચાર છે, તે જાણીને આનંદ થયો છે. (બો-૩, પૃ.૬૨૯, આંક ૭૩૬) [] તમારી વિનંતી ભાવનારૂપે ઠીક છે, પણ વિશેષ વિચારે તમે શ્રી આશ્રમમાં ચાતુર્માસ રહેવા વિચાર રાખો તો વિશેષ લાભનું કારણ સમજાય છેજી. આશ્રમનું સ્થળ, જ્યાં પરમ ઉપકારી પ્રભુશ્રીજીએ ચૌદ ચોમાસાં કર્યા છે, જ્યાં અનેક મુમુક્ષુજીવો પોતાનો સ્વાર્થ થોડા વખત માટે કે લાંબા વખત માટે તજી, એક ધર્મધ્યાન અર્થે જ રહે છે, તેવા વાતાવરણમાં અમુક વખત અવકાશ લઈ રહેવાય તો આખો દિવસ નિવૃત્તિયોગે નિરુપાધિપણે ધર્મધ્યાનમાં જાય તેવો સંભવ છે. બીજા જીવોની વાત ગૌણ કરી, હાલ તો જેને પરમ સત્સંગની પ્રાપ્તિ થઇ છે તેવા જીવોએ, તેની સફળતા કરી લેવાની ઉતાવળ અંતરમાં રાખવી ઘટે છેજી, (બી-૩, પૃ.૪૬૩, આંક ૪૮૬) T સમાધિમરણની ભાવના રાખો છો તે સંબંધમાં જણાવવાનું કે આપ અગમચેતી તરીકે અરજ કરો છો, તે હિતકારક છે અને સ્વપરહિત થતું હોય તો તેમ વર્તવા તો ભાવના છે, પણ તે બહુ અચોક્કસ ગણાય કારણ કે અંતર (સ્થળનું) ઘણું રહ્યું. ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ કહ્યું છે કે આશ્રમમાં જેનો દેહ છૂટશે, તેનું સમાધિમરણ થશે. આ આપને લક્ષ રહેવા જણાવ્યું છે. ભાવના તો તે જ રાખવા યોગ્ય છે, પછી જેવો પ્રારબ્ધનો ઉદય; પણ પુરુષાર્થધર્મને પ્રધાન રાખી વર્યા જવા વિનંતી છેજી. (બી-૩, પૃ.૨૬૯, આંક ૨૬૩) D સર્વ સત્સંગાદિ નિમિત્તોમાં સર્વોત્તમ નિમિત્ત આ આશ્રમનું સ્થળ છે. પૂ. ....નો આશ્રમમાં દેહ છૂટી ગયો, તે પ્રસંગે પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ જણાવ્યું હતું કે પરમકૃપાળુદેવનું અલૌકિક યોગબળ અહીં વર્તે છે. જેમનો દેહ આ આશ્રમમાં છૂટયો છે, તે સર્વની દેવગતિ થઇ છે. પરમકૃપાળુદેવની શ્રદ્ધા વધે અને આત્મહિત થાય, તેવું અલૌકિક આટલું સ્થળ બન્યું છે. મહાભાગ્યશાળી હશે તેનો દેહ અહીં છૂટશે. જો આજીવિકાની અડચણ ન હોય તો અહીં જ આયુષ્ય ગાળવા યોગ્ય છે. ધર્મ, ધર્મ અને ધર્મના જ સંસ્કાર રાતદિવસ પડયા કરે, એમ અહીં બધું વર્તન છે. નિમિત્તાધીન જીવની વૃત્તિ છે, તેથી સારા નિમિત્ત મેળવવા પુરુષાર્થ કર્તવ્ય છે. (બી-૩, પૃ.૭૭, આંક ૬૭) 0 જેટલાં વર્ષ ગયાં તેટલાં હવે ગાળવાનાં નથી, આયુષ્યનો અલ્પ ભાગ બાકી રહ્યો છે તે જો સત્સંગમાં, સન્શાસ્ત્રના વાંચન-વિચારમાં ગળાય તો જિંદગીનો આખર ભાગ સુધરે. તે માટે સારાં નિમિત્તોની જરૂર છે. ત્યાં સત્સંગ આદિ સાધન મળવાં અશક્ય જેવું છે; તો બધું છોડી, મારા આત્માની સંભાળ રાતદિવસ લેવાનું બને તેવું સ્થળ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ છે, ત્યાં સદાય રહેવાય તેવું ક્યારે બને? તેવી સવારમાં ઊઠીને રોજ ભાવના કરવી અને અમુક મુદતે તે બને તેવું છે એમ લાગે, તો તે દિવસ ગણતા રહેવું. જેમ વહેલું બને, તેવી ગોઠવણ કરતા રહેવું ઘટે છેજી. પ.પૂ. પ્રભુશ્રીજીએ કહ્યું છે કે આશ્રમમાં જેનો દેહ છૂટશે, તેને સમાધિમરણ થશે. એક વખત સમાધિમરણ થાય તો મોક્ષે જતા સુધીમાં જેટલા ભવ કર્મને આધીન લેવા પડે, તે બધા ભવમાં
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy