SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ “કોણ ઉતારે પાર, પ્રભુ બિના, કોણ ઉતારે પાર? ભવોદધિ અગમ અપાર, પ્રભુ બિના, કોણ ઉતારે પાર? કૃપા તિહારીનેં હમ પાયો, નામમંત્ર આધાર, પ્રભુ, નીકો તુમ ઉપદેશ દિયો હૈ, સબ સારનકો સાર, પ્રભુ” પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ આ પામર જીવ પ્રત્યે અનેક, અગણિત ઉપકાર કર્યા છે. તેમાં મુખ્ય તો પરમકૃપાળુદેવની ભક્તિમાં જોડી, આ આત્માને સંસારભાવ ભુલાવ્યો, રખડતો બચાવ્યો, સાચું શરણું આપ્યું. હવે બેટ્ટો હોય તે, તે ચૂકે. મરણપર્યંત તેમણે આપેલ મંત્રનું રટણ, તેમાં જ ભાવ, તેની અપૂર્વ ભાવ-ઉલ્લાસ સહિત આરાધના, એ સમાધિમરણનું કારણ, તેમણે જણાવેલ છે; તે આપને સહજ જણાવું છુંજી. જગતના સર્વ સંબંધો ઓકી કાઢી, પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર સ્વામીનું શરણ એ જ એક ઉત્તમ આધાર, બચાવનાર, ઉદ્ધાર કરનાર છેજી. (બી-૩, પૃ.૭૧૬, આંક ૮૬૮) D એક વખત પૂ. ... નો નાનો દીકરો, બે-અઢી વર્ષનો, મરણપથારીએ હતો ત્યારે પ્રભુશ્રીજી ગયા હતા અને ઉપદેશ આપવા લાગ્યા. બધાને લાગ્યું કે આટલો નાનો છોકરો ઉપદેશ શું સમજે? એવામાં પોતે જ બોલ્યા કે, “પ્રભુ, આત્મા છેને? ભલે તે નાનો હોય, મૂછમાં હોય પણ આત્મા છે, તેને (ખાસ કરીને મનુષ્યને) ઉત્તમ વાતાવરણની છાપ પડે છે. એકેન્દ્રિય જીવને પણ, તેની છાયામાં મુનિ સ્વાધ્યાય કરતા હોય તો લાભ થાય છે, ઉચ્ચગતિનું કારણ થાય છે.” (બી-૩, પૃ.૪૫૬, આંક ૪૭૭) | એક વખત શ્રી રણછોડભાઇએ પ્રભુશ્રીજીને પૂછયું કે આ અહીં બેઠાં છે, તે બધાનું કલ્યાણ થશે કે નહીં ? પ્રભુશ્રીજીએ કહ્યું કે ગોશાળા જેવાનું થશે તો આ બિચારા જીવોએ શો દોષ કર્યો છે? પછી પ્રભુશ્રીજીએ કહ્યું હતું કે પણ એમ કહેવામાં લાભ નથી. (બો-૧, પૃ.૩૩૧, આંક ૮૦) પરમકૃપાળુદેવને જાતિસ્મૃતિજ્ઞાન હોવાથી દુકાન ઉપર બેઠા-બેઠા પણ તે તે વન, ઉપવન, ગુફા, ધ્યાન-સમાધિનાં સ્થાનો, મહાપુરુષોના સમાગમ, બોધના પ્રસંગો સ્મૃતિમાં લાવતા. આપણને તો આ જ ભવમાં પ.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીનો સમાગમ થયેલો છે. તે પરમકૃપાળુ પ્રભુશ્રીજીના પ્રસંગો, જ્યારે તાજા કરવા હોય ત્યારે થાય તેમ છે. તેમણે આપેલો ઉપદેશ, મંત્ર, ભક્તિ આદિ આજ્ઞાઓનું સ્મરણ જગતનું વિસ્મરણ કરાવી દેવા સમર્થ છે, પણ જીવને જેટલી દાઝ હોય તેટલી તેની કાળજી રાખે. કોઈ સાથે વેર બંધાયું હોય કે તકરાર થઈ હોય તે મહિને, બાર મહિને ફરી સંભારે તો જેમ ક્રોધ ફરી આવે છે તેમ પરમ ઉપકારી, પરમ નિઃસ્પૃહી, પરમ પૂજ્ય પ્રભુશ્રીજીની સ્મૃતિ કરતાં તેમની અનંત દયા, પ્રેમ અને ઉપકારથી અંત:કરણ ઊભરાઈ આવે, અને પ્રત્યક્ષ સમાગમ થયા જેવો જીવને લાભ થાય. પરમકૃપાળુદેવની ભક્તિ કરનારના આત્માને કંઈ જોખમ થાય તો તેની જવાબદારી અમે લઈએ છીએ, એમ છાતી ઠોકીને કહેનાર આપણને આ ભવમાં મળ્યા છે; તો તેમણે દર્શાવેલ માર્ગે નિઃશંકપણે વર્તી, આત્મકલ્યાણ સદ્ગુરુભક્તિથી સાધી લેવાનું છે). (બી-૩, પૃ.૫પર, આંક ૬૧૦). D ૫.પૂ. પ્રભુશ્રીજીએ આપેલી શિખામણ હૈયાના હાર સમાન ગણી, તેમાં વૃત્તિ રાખી, જ્ઞાનીના અપાર ઉપકાર સંભારતા રહેવાથી જીવ જાગ્રત રહી શકે તેમ છે.જી. (બો-૩, પૃ.૭૬૪, આંક ૯૬૬)
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy