SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ (૯૨) તે દિવસો અહો-અહોભાગ્યના સ્મૃતિમાં આવતાં પણ શ્રદ્ધા બળવાન બને તેમ છે; પણ જીવને વર્તમાન રંગમાંથી વૈરાગ્ય જાગે તો તે સાચી સ્મૃતિનો લાભ મળે. (બી-૩, પૃ.૭૬૪, આંક ૯૬૭) ૫.૧ ૫.પૂ. પ્રભુશ્રીજી કહેતા કે પરમકૃપાળુદેવે વિયોગમાં રાખીને અમારા ભાવની વૃદ્ધિ કરાવી ફળ પકવ્યું છે. અંતરંગમાં ભાવના એટલી બધી કે નિરંતર સત્સંગમાં રહીએ; તેમ ન બને તો પત્ર દ્વારા બોધથી દરરોજ ઉલ્લાસ વધારતા રહે તેવી ભાવના, પ્રબળ ખેંચાણ રહેતું; છતાં ઘણા કાગળો જાય ત્યારે કોઇક દિવસે ઉત્તર મળતો; પણ જે દિવસે પત્ર આવે તે દિવસે જાણે સોનાનો સૂર્ય ઊગ્યો તેમ લાગતું. પત્ર વાંચ્યા પહેલાં તો પત્રનાં દર્શનથી જાણે સાક્ષાત્ સપુરુષનાં દર્શન થયાં એમ લાગતું. સંઘાડામાં બીજા વિરોધી સાધુઓ હોવાથી, કોઈ બીજાના સરનામે પત્ર મંગાવવો પડતો. તે પત્ર મળે એટલે તુર્ત તો વંચાય નહીં. પાછો તેવો અનુકૂળ વખત મળે કે જંગલમાં સ્વાધ્યાય વગેરે અર્થે જાય ત્યારે નમસ્કાર આદિ વિનય કરી, ઉલ્લાસભેર પત્ર ઉઘાડી, મોતીના દાણા જેવા પરમકૃપાળુદેવના સ્વહસ્તાક્ષરો જોઇ, રોમાંચ થઈ આવતો. ધીમે-ધીમે અમૃતના ઘૂંટડા ભરે તેમ બધો પત્ર સહર્ષ વાંચી, ફરી વાંચતા, વળી ફરી-ફરી વાંચી વિચારતા; સત્પષના પરમ ઉપકારને, તેની નિષ્કારણ કરુણાને દયમાં ખડી કરી, અત્યંત ભક્તિભાવે તે પત્રના આશયને દયમાં ઉતારતા. અમને સમજાય નહીં પણ કોઇ ગહન વાત લખી છે; આ પત્રથી આત્માનું અપૂર્વ હિત કરવા કરુણા કરી છે, તેને ગ્રહણ કરી આત્મહિત કરવાનો અપૂર્વ સુપ્રસંગ પ્રાપ્ત થાઓ, એવી ભાવના કરતા. પછી પૂ. અંબાલાલભાઈ જેવા ક્ષયોપશમવાળા મુમુક્ષુ સહૃદ્ધાવંત હોય, તેમની પાસે એકાંતમાં વાંચી, વિશેષ સમજી, જે સમજાય તે દયમાં ધારણ કરી, તેમણે કહ્યું છે તેમ કરવું છે, એવી ભાવના પોષતા રહેતા. કંઈ ન સમજાય તે કેવી રીતે પૂછવું, કયા શબ્દોમાં, ક્યારે તેવો રૂબરૂમાં જોગ મળે તો ખરેખરો ખુલાસો થાય, એમ તેની તે ભાવનામાં મન પ્રેરાયેલું રહેતું. આપણે પણ તેવા ભાવો સાંભળી, વિચારી, ઉલ્લાસ લાવી આત્માને પરમકૃપાળુ સદ્ગુરુ પ્રત્યે સન્મુખ કરવાનો છેજી. પરમકૃપાળુદેવ પત્રાંક ૩૭૧માં લખે છે : “રૂડે પ્રકારે મને વર્તે એમ વર્તે. વિયોગ છે, તો તેમાં કલ્યાણનો પણ વિયોગ છે, એ વાર્તા સત્ય છે, તથાપિ જો જ્ઞાનીના વિયોગમાં પણ તેને જ વિષે ચિત્ત વર્તે છે, તો કલ્યાણ છે. ધીરજનો ત્યાગ કરવાને યોગ્ય નથી.” (બી-૩, પૃ.૨૧૯, આંક ૨૧૭) 0 પ્રભુશ્રીજી ઉપર છ પદનો પત્ર આવ્યો ત્યારે પરમકૃપાળુદેવે મોઢે કરવાનું કહેલું. તેથી મોઢે કર્યો, પણ છે પદ સુધી મોઢે કર્યો. પછી પરમકૃપાળુદેવ મળ્યા ત્યારે એમણે પૂછયું કે છ પદનો પત્ર મોઢે કર્યો ? પ્રભુશ્રીજીએ કહ્યું, છ પદ સુધી કર્યો છે. પરમકૃપાળુદેવે આખોય મોઢે કરવા કહ્યું. (બો-૧, પૃ.૨૨૪, આંક ૧૧૧) D સમાધિશતક પ્રભુશ્રીજીની ત્યાગવૃત્તિ જોઈને પરમકૃપાળુદેવે વાંચવા આપેલું, પ્રભુશ્રીજી ત્યારે મુંબઇમાં હતા. ત્યાં ઘણી ધમાલ જોઇને પછીથી અધ્યયન કરીશું.” એમ મુલતવી રાખ્યું. થોડા દિવસ બાદ પરમકૃપાળુદેવે પૂછયું કે પુસ્તક કેટલું વાંચ્યું ? ત્યારે પ્રભુશ્રીજીએ જણાવ્યું કે આ ધમાલમાં વાંચવાનું મુલતવી રાખ્યું છે. પરમકૃપાળુદેવ મૌન રહ્યા. પછી પ્રભુશ્રીજીને માલૂમ પડ્યું કે પરમકૃપાળુદેવની હાજરીમાં વંચાયું હોત તો ઘણો લાભ થાત. જોકે સત્તર શ્લોક પરમકૃપાળુદેવે વાંચી
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy