SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ-૧ પરમકૃપાળુદેવ પરમકૃપાળુદેવ ઉપરના પત્રો સહજાત્મસ્વરૂપ પરમગુરુ શુદ્ધ ચૈતન્યઘન, પરમજ્યોતિ, પ્રગટ પુરુષોત્તમ, કૃતકૃત્ય પ્રભુ, દિવ્યલોચનદાતા, લાયક સમ્યત્વના સ્વામી, પરમપુરુષાર્થી પરમાત્મા પ્રભુ શ્રીમદ્ રાજચંદ્ર હૃદયેશ્વરને નમોનમઃ હે પરમકૃપાળુ, પરમ આલંબનદાતા, વીતરાગ પ્રભુ ! આપ તો સર્વજ્ઞ અને આ સેવકના અંતરના ભાવો અપ્રગટ પણ સંપૂર્ણપણે સર્વ પ્રકારે જાણનાર છો તો આ વૃત્તિનિવેદનપત્રની પ્રવૃત્તિનું શું પ્રયોજન ? પણ પ્રભુ, પ્રાણનાથ ! એમ પણ એક રીતે જુઓ કે દયમાં શોક ઘણો છે તો પછી આંખો અશ્ર દ્વારા શા માટે દર્શાવવાનો ડોળ કરે છે ? આપ પ્રભુ તો આત્મસ્વરૂપમાં લીન છે અને સંપૂર્ણ વીતરાગી છો પણ આ અધમ દીન સેવકને આપની ભક્તિ સિવાય, આપના ઉત્તમ ગુણ દ્રષ્ટિગોચર કેવી રીતે થાય ? અને આપના તરફ પ્રેમ, અનન્ય વૃત્તિ, અપૂર્વ ભાવ સિવાય ભક્તિ શી રીતે સધાય ? આપની સમક્ષ આ દીન દાસ હૈયું ખોલી, વૃત્તિની વર્તના જણાવી આપના શાશ્વત સ્વરૂપમાં લીન રહેવાના ભાવથી આજથી સાપ્તાહિક પત્ર આપ પ્રભુના ચરણમાં નિષ્કામભાવે નિવેદિત કરવા અભિલાષા રાખે છે તો તે કૃપાળુદેવ, આપના અલૌકિક પ્રભાવથી આ બાળકની મલિન અને અવગણવાયોગ્ય કચરા જેવી વાતોથી કંટાળવાને બદલે આપના અનંત વીર્ય અને અનંત જ્ઞાન-દર્શન-સુખની કંઈ માત્રા મેળવી આ રોગી, અશક્ત, અસહાય, મૂઢ બાળકને મોક્ષમાર્ગમાં આગળ વધવા પ્રેરણા આપતા રહેશોજી. હે પ્રભુ! આ અજ્ઞાન બાળકની તરફ કૃપાદ્રષ્ટિ રાખવા વિનંતિ છે, નહીં તો જે જે આપે અનુકૂળતાઓ આ ભવમાં આપી છે તે જોતાં આ જીવ તેનો ઘટતો ઉપયોગ નથી જ કરતો અને તે દ્રષ્ટિએ તો મારા જેવો અધમમાં અધમ દુષ્ટ બીજો કોઈ જોતાં જડશે નહીં. અહો ! તારાં વચનામૃત ! અહો ! તારું નિરંતર સ્મરણ અને ધ્યાન પ્રેમપૂર્વક કરનારા પરમાર્થી સંતો ! અહો ! તારા માર્ગને દીપાવવા અને તે માર્ગમાં આવતાંને સહાયરૂપ થવા તત્પર થયેલાં તારા ભક્તજનો ! અહો ! બ્રહ્મચર્યનો આદર્શ રાખી તારું અવલંબન ગ્રહણ કરી, તને સાચો સ્વામી જાણી સર્વ તરફથી વૃત્તિ ઉઠાવી તારા સત્યસ્વરૂપને ઝંખનારાં મુમુક્ષુ ભાઈબહેનો ! હે પ્રભુ ! તારી ચૈતન્યમયી મૂર્તિ, તારો પરમ પુરુષાર્થ આ અભાગિયા જીવને પંચમકાળમાં પરમ આધારરૂપ છે. મહા વદ પાંચમ, ૧૯૮૪ને શુક્રવારે ચંદ્રપ્રભસ્વામી આદિ પ્રતિમાજીનું પ્રવેશમુહૂર્ત હતું; તે પ્રવેશ મેળો અમારા અંતરઆત્માના “સમકિત દ્વાર ગભારા'માં પ્રવેશ કરાવવા જાણે સદ્ગુરુ સંત સ્વરૂપ' દ્વારા છેવટનાં વર્ષોમાં આ સૂચના થઈ હોય તેમ એ જિનપ્રતિમાનાં ભવ્ય દર્શન અને સત્સમાગમદાતા સ્વામીશ્રીજીની સાથે સ્તવન-ભક્તિ, વૃત્તિને આપ પ્રભુના તરફ વાળનાર જણાયાં હતાં. હે દીનબંધુ દયાળ પ્રભુ ! ધાર્યું કંઈ થતું નથી. અતિ ભારે કર્મથી દબાયેલા આ જીવની ભાવના તો ઊર્ધ્વસ્વભાવ હોવાથી ઉપર ઊંચી રહ્યા કરે છે, પણ ડોકું પકડીને કોઈ પાણીમાં પકડી રાખે, ગૂંગળાવી
SR No.023112
Book TitleBodhamrut Part 01 Ane 03 Nu Maryadit Sankalan
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherUnknown
Publication Year
Total Pages778
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy