SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ ગ્રંથ અને વિવરણને જુદા પાડવા માટે મૂળ ગ્રંથ મોટા અક્ષરે છાપે છે અને વિવરણ નાના અક્ષરમાં છાપ્યું છે. પણ લખાણ સળંગ જ વાંચી શકાય એવું રહે એની કાળજી રાખી છે. ગુજરાત યુનિવર્સિટીના એમ. એ. ના ગુજરાતીના અભ્યાસક્રમમાં “ધ્વનિનું સ્વરૂપ અને તેના પ્રકારે” એક અભ્યાસ-વિષય ઠરાવવામાં આવ્યું હતો અને તે આનંદવર્ધનના બન્યાલક”ને આધારે શીખવાય એવી અપેક્ષા હતી, એટલે વિદ્યાર્થીઓ મૂળ ગ્રંથને પરામર્શ કરી શકે એ હેતુથી મેં વન્યાલેક'ના ધ્વનિની સ્થાપનાને લગતા પહેલા ઉદ્યોતને અને ત્રીજા ઉદ્યોતના વ્યંજનાસિદ્ધિને લગતા ભાગનો કામચલાઉ અનુવાદ કર્યો હતો; એ અનુવાદ ૧૯૭૦ના સપ્ટેમ્બર અને ઓકટોબર માસના “બુદ્ધિપ્રકાશ'માં પ્રગટ પણ થયો હતે. એ પહેલાં, ૧૯૬૯હ્માં, શ્રી ડોલરરાય માંકડને “વન્યાલક ને અનુવાદ મૂળ અને ટિપણે સાથે ગુજરાત યુનિવર્સિટીએ પ્રગટ કરેલો હતો, પણ તે વિદ્યાથીઓ વાપરી શકે એવો નથી એમ લાગતાં મેં એ અનુવાદ કર્યો હતો. મારો અનુવાદ પણ વિદ્યાથીઓ પોતે વાંચીને સમજી શકતા નહોતા એવો મારો અનુભવ હતો. એટલે એ ગ્રંથનો અનુવાદ વિદ્યાર્થી પોતે વાંચીને સમજી શકે એવા વિવરણ સાથે કરવાનો વિચાર તે વખતથી જ મારા મનમાં રમતો થયે હતો, પણ હું તત્કાળ એ કામ હાથમાં લઈ શકું એમ નહોતું. સોળ વરસથી ચાલતું આવેલું બાઈબલના અનુવાદનું કામ પૂરું થયું અને મેં વર્ગો લેવાનું બંધ કર્યું ત્યાર પછી એ વિચાર કરી સળવળ્યો અને ૧૯૭૮ના ઓગસ્ટની ૨૩મીએ મેં એ કામનો આરંભ કર્યો. ૧૧મી સપ્ટેમ્બરે પહેલે ઉદ્યોત પૂરો થયો એટલે મેં મુ. શ્રી રસિકલાલ પરીખને વાત કરી અને કહ્યું કે તમે જે એ સાંભળી જાઓ તો 'સારું. તેમણે તૈયારી બતાવી એટલે ત્રણેક બેઠકમાં તેમને વાંચી સંભળાવ્યું. એમને લખાણ ગમ્યું અને બાકીનો ભાગ પણ સાંભળવાની તૈયારી બતાવી એથી મારો ઉત્સાહ વધે. જેમ જેમ ઉઘો પૂરા થતા ગયા તેમ તેમ તેમની આગળ વાંચતો ગયો. એ રીતે ૧૯૭૯ના જાન્યુઆરીની ૧૭મીએ ચેાથે ઉદ્યોત પૂરો થયો. અને મુ. શ્રી રસિકભાઈ આગળ એનું વાચન ૬ઠ્ઠી માર્ચે પૂરું થયું. એ દરમ્યાન, ભાઈશ્રી ભાયાણી પહેલે અને બીજે ઉોત વાંચી ગયા અને તેમણે કેટલાક ફેરફારો સૂચવ્યા તે કરી લેવામાં
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy