SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્યોત ૧૩ ] અલંકારમાં ઇવનિના અંતર્ભાવનું ખંડન [ ૨૫ આને વિગતે સમજાવતાં વૃત્તિમાં કહે છે કે – જેમાં અર્થ એટલે કે વાચ્યવિશેષ અને શબ્દ એટલે કે વાચકવિશેષ, તે પ્રતીયમાન અર્થને વ્યક્ત કરતા હોય, તેવા કાવ્યને ધ્વનિ કહે છે. આ વ્યાખ્યાથી એમ દર્શાવવામાં આવ્યું છે કે ધ્વનિને વિષય વાસ્થની ચારુતાના હેતુરૂપ ઉપમાદિ અલંકાર અને વાચકની ચારુતાના હેતુરૂપ અનુપ્રાસાદિ - અલંકારોથી ભિન્ન જ છે. વળી, જે એમ કહ્યું કે ધ્વનિ છે જ નહિ, કારણ, પ્રસિદ્ધ પ્રસ્થાનથી ભિન્ન એ કોઈ કાવ્યપ્રકાર હોય તે તેમાં કાવ્યત્વ હોઈ જ ન શકે” (જુઓ અભાવવાદીઓને ૧લે વિક૯૫), તે પણ યુક્તિસંગત નથી. કારણ, કેવળ કાવ્યલક્ષણકારોમાં જ ઇવનિ જાણતો નથી. બાકી, કાવ્યોની જે પરીક્ષા કરવામાં આવે તે તે સહુદના હૃદયને આનંદ આપનાર તત્ત્વ એ જ છે, એમ માલૂમ પડે. એ સિવાયનું બીજું તે “ચિત્ર” છે, એમ અમે હવે પછી (ઉદ્યોત ૩, કારિકા ૪૧-૪૨માં) બતાવીશું. - અલંકારમાં વિનિના અંતર્ભાવનું ખંડન વળી, જે એમ કહ્યું કે “એ ચારુત્વના હેતુથી ભિન્ન નથી એટલે અત્યાર સુધીમાં ગણવાયેલા ચારુત્વના હેતુઓમાં જ એને સમાવેશ થઈ જાય”(જુઓ, અભાવવાદીઓનો બીજો વિકલ્પ) – તે પણ યોગ્ય નથી. કારણ, અલંકારો તો વાચ્ય-વાચકને આશ્રયે રહેલા હોય છે, તેમાં વ્યંગ્ય-વ્યંજકને આશ્રયે રહેલા ધ્વનિને સમાવેશ શી રીતે થઈ શકે? અમે આગળ એ પણ બતાવીશું કે વાગ્યવાચકના ચારુત્વના હેતુરૂપ અલંકાર ધ્વનિમાં સમાઈ જાય છે– ધ્વનિના અંગરૂપ છે. એ વિશે પરિકર કલોક છે કે – ધ્વનિ તે વ્યંગ્ય–વંજક સંબંધ ઉપર આધારિત હોય છે, એટલે વાચવાચકના ચારુત્વના હેતુરૂપ અલંકારોમાં તેને સમાવેશ શી રીતે થઈ શકે ?”
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy