SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્યોત પહેલો મંગલાચરણ સ્વેચ્છાએ સિંહનું રૂપ ધારણ કરનાર મધુરિપુ વિષ્ણુના, પિતાની નિર્મળ કાંતિથી ચંદ્રમાને ઝાંખે પાડનાર, અને શરણે આવેલાંનાં દુઃખ દૂર કરનાર, નખે તમારું રક્ષણ કરો. આ મંગલાચરણ પછી પોતાના ગ્રંથનું પ્રયોજન જણાવતાં ગ્રંથકાર કહે છે : જેને પૂર્વના કાવ્યતત્વવિદોએ કાવ્યને આત્મા જાહેર કર્યો છે, તે વનિનું અસ્તિત્વ જ નથી, એમ કેટલાક કહે છે; કેટલાક કહે છે કે એ તે “ભાક્ત” એટલે કે લક્ષ્યાર્થ જ છે, લક્ષ્યાર્થમાં જ એને સમાવેશ થઈ જાય છે; તે કેટલાક વળી એમ કહે છે કે એ ધ્વનિતત્ત્વ વાણુને વિષય જ નથી, અર્થાત્ એ અનિર્વચનીય એટલે કે જેની વ્યાખ્યા ન થઈ શકે એવું છે; આથી સહુદના મનની પ્રીતિને અર્થે અમે તેનું સ્વરૂપવર્ણન કરીએ છીએ.
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy