SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્યોત ૪-૫ ] મહાભારતને પ્રધાન રસ શાંત [ ૩૪૭ - આ વાત તેમાં જોવામાં આવતી નથી; બલકે મહાભારતનું પ્રોજન બધા પુરુષાર્થોને બોધ આપવાનું છે અને તેમાં બધા રસે રહેલા છે, એવું સ્પષ્ટ શબ્દોમાં કહેલું જોવામાં આવે છે. એનો જવાબ એ છે કે એ વાત સાચી કે મહાભારતમાં શાંતરસ જ પ્રધાન છે, અને મેક્ષ જ બધા પુરુષાર્થોમાં પ્રધાન છે, એ વાત અનુક્રમણમાં સ્પષ્ટ શબ્દોમાં કહેલી નથી, પણ વ્યંજનાથી કહેલી છે, અને તે આ વાક્યમાં – અહીં એટલે કે મહાભારતમાં સનાતન ભગવાન વાસુદેવની કીર્તિ ગાવામાં આવી છે.” આ વાક્યથી વ્યંજના દ્વારા એ અર્થ વિવક્ષિત છે કે અહીં મહાભારતમાં પાંડ વગેરેનું જે ચરિત્ર વર્ણવવામાં આવ્યું છે તે બધું અંતે જતાં દુઃખમાં પરિણમે છે અને અવિદ્યાના પ્રપંચરૂપ છે; અને પરમાર્થ સત્યસ્વરૂપ ભગવાન વાસુદેવની જ કીર્તિ અહીં ગાવામાં આવેલી છે, એટલે એ. ભગવાન પરમેશ્વરમાં જ મન પરોવવું, નિઃસાર વિભૂતિઓમાં દિલ ન લગાડવું, અથવા રાજનીતિ, વિનય કહેતાં શિસ્તની તાલીમ, પરાક્રમ, વગેરે દુન્યવી બાબતમાં જ સંપૂર્ણપણે ચિત્ત ન પરવવું. અને એથી આગળ “સંસારની નિઃસારતા જુઓ” એ અર્થ વ્યંજિત કરતે વ્યંજકશક્તિયુક્ત “ચ” શબ્દ સ્પષ્ટપણે પ્રતીત થાય છે. એ પછી તરત જ આવતા “સ દિસત્યમ્' (તે જ સત્ય - છે) વગેરે કલેકમાં આ જ પ્રકારને અર્થ ગર્ભિત રહેલે છે. ઉપરની ચર્ચામાં પૂર્વપક્ષ જે એમ કહે છે કે મહાભારતની અનુક્રમણમાં મોક્ષનો ઉલ્લેખ નથી તે નીચેના વ્હે.કોને આધારે કહે છે: वेदं योगं सविज्ञानं धर्मोऽर्थः काम एव च । धर्मार्थकामशास्त्राणि शास्त्राणि विविधानि च ॥ लोकयात्रा विधानं च सम्भूतं दृष्टवान् ऋषिः । इतिहासाः सवैयाख्या विविधाः श्रुतयोऽपि च । इह सर्वमनुकान्तमुकप्रन्थस्य लक्षणम् ।।
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy