SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ ] વૃત્તિઓનું વિવેચન [ ક્વન્યાલોક' ૩ર. વાની અને વાચકેની રસાદિવિષયક ઔચિત્યપૂર્વક ચેજના કરવી એ મહાકવિનું મુખ્ય કામ છે. વાની એટલે કે કથાવસ્તુની અને તેને લગતા વાચકોની, રસાદિવિષયક ઔચિત્યપૂર્વક એજના કરવી એ મહાકવિનું મુખ્ય કામ છે. મહાકવિનું મુખ્ય કામ જ એ છે કે રસાદિને જ મુખ્યત્વે કરીને કાવ્યનો અર્થ બનાવી તેને વ્યક્ત કરે એવી યેગ્યતાવાળા શબ્દો અને અર્થોની ગૂંથણી કરવી. રસાદિને પ્રધાન માની કાવ્ય રચવાની આ વાત ભારત વગેરેમાં ખૂબ જાણીતી છે, તેનું જ પ્રતિપાદન કરવા કહે છે –. ૩૩ વૃત્તિઓનું વિવેચન રસાદિને અનુકૂળ શબ્દ અને અર્થનો જે ઔચિત્યપૂર્વકનો વ્યવહાર એટલે કે ઉપગ, તે આ બે પ્રકારની વૃત્તિઓ છે. વ્યવહાર કહેતાં ઉપગને જ વૃત્તિ કહે છે. તેમાં રસને અનુરૂપ ઔચિત્યવાળ વાચ્ય કહેતાં અર્થનો વ્યવહાર તે કેશિકી વગેરે વૃત્તિઓ, અને વાચક કહેતાં શબ્દને જે વ્યવહાર તે ઉપનાગરિક વગેરે વૃત્તિઓ. રસાદિની અભિવ્યક્તિ માટે વપરાયેલી ( આ બંને પ્રકારની) વૃત્તિઓ (અનુક્રમે) નાટક અને કાવ્યમાં કેઈ અનિર્વચનીય સૌંદર્ય ઉત્પન્ન કરે છે. રસાદિ એ બંને પ્રકારની વૃત્તિઓના જીવરૂપ છે. કથાવસ્તુ વગેરે તો માત્ર શરીરરૂપ જ છે. રસને અનુરૂપ અર્થ અને શબ્દનો ઉપયોગ તે વૃત્તિ. એમાં ભરતે ગણવેલી કેશિકી વગેરે વૃત્તિઓને અહી અર્થવૃત્તિ કહી છે, અને ઉભટ વગેએ ગણાવેલી ઉ૫નાગરિકા વગેરે વૃત્તિઓને શબ્દવૃત્તિ કહી છે. એનું કારણ એ છે કે ભારતની વૃત્તિઓમાં બધી જાતના અનુભવો અને ચેષ્ટાઓને
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy