SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ ] વ્યંગ્યાથ શબ્દથી કહેવાતાં દવન ન રહે [ બન્યાલોક પણ જ્યાં શબદવ્યાપારની મદદથી એક અર્થ બીજા અર્થનો વ્યંજના દ્વારા બંધ કરાવતું હોય તે આ વિનિનો એટલે કે અર્થશક્તિમૂલ સંલક્ષ્યક્રમ વિનિનો વિષય નથી બનતો. જેમ કે – “વિટ સંકેતકાળ જાણવાની ઈચ્છાથી આવેલ છે એમ જાણીને ચતુર નાયિકાએ હસતાં હસતાં આંખને ઈશારો કરી લીલાકમળ બંધ કરી દીધું.” આ લેકમાં લીલાકમળ બંધ કરી દીધાની વ્યંજના શબ્દ મારફતે જ કહી દીધી છે. ગ્રંથકાર એમ કહેવા માગે છે કે અહીં “લીલાકમળ બંધ કર્યું'' એને વ્યંગ્યાર્થ એ છે કે “સાંજ” સંકેતકાળ છે. શ્લોકમાં એવો કોઈ શબ્દ નથી. જેમાંથી “સાંજને અર્થ નીકળી શકે. એટલે અહીં એ અર્થ તો વ્યંજના દ્વારા જ સમજાય છે, વ્યંજનાને આંચ આવતી નથી, પણ “વિટ સંકેતકાળ જાણવા આવ્યો હતો” “આંખનો ઇશારો કરીને ' વગેરે દ્વારા કહી દીધું છે કે લીલાકમળ બંધ કરવાની ક્રિયાનો કોઈ વ્યંગ્યાર્થ છે. અને એને જેરે આપણે કમળ બંધ કરવાની ક્રિયાને વ્યંગ્યાર્થ “સાંજ' એ કરીએ છીએ. લેચનકાર કહે છે કે આ રીતે વ્યંગ્યાર્થી શબ્દો દ્વારા કહી દીધાથી એ અગૂઢ થઈ જાય છે અને એની ખૂબી મારી જાય છે. વ્યંગ્યાથી શબ્દથી કહેવાતાં વનિ ન રહે સંલક્ષ્યક્રમવ્યંગ્ય વનિના શબ્દશક્તિમૂલ અને અર્થ શકિતમૂલ એ બે પ્રકાર વીસમી કારિકામાં દર્શાવ્યા હતા. તે બંનેનું નિરૂપણ કર્યા પછી હવે ત્રેવીસમી કારિકામાં ઉભયશક્તિમૂલ ત્રીજો પ્રકાર પણ સૂચવે છે. અને કહે છે – તે ઉપરાંત ૨૩ જ્યાં શબ્દશક્તિ દ્વારા, અર્થ શક્તિ દ્વારા અથવા શબ્દ અને અર્થ ઉભયની શક્તિ દ્વારા વ્યંજિત થતું અર્થ પણ કવિએ પોતાના શબ્દો દ્વારા કહી દીધું હોય છે, ત્યાં ધ્વનિથી જુદે જ અલંકાર હોય છે. અને વૃત્તિમાં સમજાવે છે કે –
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy