SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ १२ योऽर्थः सहृदयश्चाध्यः काम्यात्मेति व्यवस्थितः । વાચબત્તીયાનાહ્યૌ તથ મેવાડુમી તો છે [ ૧-૨] આનંદવર્ધનાચાર્યું કાવ્યલક્ષણમાં આ જે પ્રસ્થાન કર્યું તેને પછીના ઘણાખરા કાવ્યશાસ્ત્રીઓ અનુસરે છે. અને સાહિત્યદર્પણકાર વિશ્વનાથ તે કાવ્યની વ્યાખ્યા રામ વાવયમ્ આપવાની હદ સુધી જાય છે. આનંદવર્ધનાચાર્યો પૂર્વેના આલંકારિકાએ આપેલા પદાર્થો છોડી દીધા નથી, પણ બધાની ધ્વનિ નીચે પુનર્વ્યવસ્થા કરી છે. આમ, અત્યારે આપણે જે “શકવતી' શબ્દનો પ્રયોગ કરીએ છીએ તે આ આનંદવર્ધનાચાર્યના વન્યાલેક'ને યથાર્થ રીતે લાગુ પડે છે. આવા શકવતી ગ્રંથને સુગમ ગુજરાતી અનુવાદ કરવાનું ભગીરથ પ્રયત્ન શ્રી નગીનભાઈએ કર્યો છે. દરેક બાબતને પિતે સ્પષ્ટ રીતે સમજવાનો પ્રયત્ન કરી એ પોતાની સમજણને સુગમ ગુજરાતી ભાષામાં નિરૂપિત કરી છે. એમાં એમની ઝીણવટભરી સૂક્ષ્મ દૃષ્ટિ તો છે જ. આ અનુવાદને કેટલાંક ઉદાહરણથી મૂલવીએ. મૂળ “ધ્વન્યાલક”માં પ્રત્યેક ઉદ્યોતમાં વિષયનું સળંગ નિરૂપણ હોય છે. આ કારણે ચર્ચાના મુખ્ય મુખ્ય મુદ્દાઓને પકડવામાં અને સમજવામાં મુશ્કેલી રહે છે. શ્રી નગીનભાઈએ આ મુશ્કેલી દૂર કરવા સંખ્યાબંધ શીર્ષક જ્યાં છે અને તે તે શીર્ષક નીચે તે તે મુદ્દાઓની ચર્ચા કરી છે. આથી આખા ગ્રંથમાં કયા મુદ્દાઓ ચર્ચાયા છે એની વાચકને સહેલાઈથી સમજણ પડે છે. જેમ કે “વનિવિરોધી ત્રણ પક્ષો” એમાં વિશેષ સ્પષ્ટીકરણ કરી આ ત્રણ પક્ષોમાંથી (૧) ધ્વનિનું અસ્તિત્વ જ નથી એમ કહેનારા અભાવવાદીઓ (૨) ધ્વનિનો સમાવેશ લક્ષ્યાર્થમાં થઈ જાય છે એમ કહેનારા લક્ષણવાદીઓ અને (૩) ધ્વનિ વાણીનો વિષય નથી એમ કહેનારા અનિર્વચનીયતાવાદીઓ. પછી શીર્ષક આવે છે: “અભાવવાદીઓનો પહેલો વિકલ્પ', (પૃ. ૪. બીજુ શીર્ષક “અભાવવાદીઓનો બીજો વિકલ્પ' પૃ. ૫). પછીનું શીર્ષક “લક્ષણવાદીઓને પક્ષ. પછીનું શીર્ષક “અનિર્વચનીયતાવાદીઓને પક્ષ'. વ્યંગ્યાર્થીના ત્રણ ભેદો : વસ્તુમાત્ર, અલંકાર અને રસાદિ', (૫. ૧૨). “વસ્તુધ્વનિની વચ્ચેથી ભિન્નતા', પૃ. ૧૪). “અલંકાર ધ્વનિની વાચ્યથી ભિન્નતા', (પૃ. ૧૬). “રસધ્વનિની વાથી ભિન્નતા ', (પૃ. ૧૭). “પ્રતીયમાન અર્થે જ કાવ્યનો આત્મા', (પૃ. ૧૯). “વ્યંગ્યનું જ પ્રાધાન્ય', (પૃ. ૨૧) “કવિપક્ષે વાયવાચકની ઉપાદેયતા', (પૃ.૨૩). ધ્વનિની વ્યાખ્યા', (પૃ. ૨૪. “અલંકારમાં
SR No.023111
Book TitleAnandvardhanno Dhvani Vichar
Original Sutra AuthorN/A
AuthorNagindas Parekh
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy