________________
ચૌદ ગુણસ્થાનક માણ-૩
ઉત્તમ પ્રકારનો લાભ મેળવવાને ભાગ્યશાળી થાય છે. પ્રથમ તો તેનામાં એવા પ્રકારની કોઇ આત્મશુદ્ધિ પ્રાપ્ત થાય છે કે જેથી તે શુદ્ધિ મુક્તિરૂપી લક્ષ્મીના મુખને બતાવનારી થઇ પડે છે; કારણ કે, સવિતર્ક સવિચાર સપૃથ નામના શુક્લ ધ્યાનનો ધ્યાતા યોગીવ્ર સમાધિનો શુદ્ધ ઉપાસક હોય છે.
ભદ્ર મુમુક્ષુ, અહિં એક વાત ખાસ લક્ષમાં રાખવાની છે. જે એ શુકલ ધ્યાનનો પ્રથમ પાયો છે, તે પ્રતિપાતી કહેવાય છે, એટલે તે પતનશીલ ઉત્પન્ન થાય છે, તથાપિ તે એટલો બધો અતિ નિર્મળ છે કે, તેના પ્રભાવથી આ સોપાનપર રહેલા જીવને ઉપરના સોપાન ઉપર આરોહણ કરવાની ચાહના રહ્યા કરે છે. ભાઇ મુમુક્ષુ, જો, આ સોપાન ઉપર છવીશ રત્નો પ્રકાશી રહ્યા છે, તેઓમાંથી બત્રીશ, બોંતેર અને એકસોઆડત્રીશ કિરણોના જાળ નીકળે છે.
339
આ દેખાવ ઉપરથી એવી સૂચના થાય છે કે, આ આઠમા સોપાનપર આવેલા જીવને નિદ્રાદ્ધિક, (બે જાતની નિદ્રા) દેવદ્ધિક, (બે દેવ જાતિ) પંચેન્દ્રિય જાતિ, પ્રશસ્ત વિહાયોગતિ ત્રસનવક (નવ જાતના ત્રસ) વૈક્રિય, આહારક, વૈજસ, કાર્મણ, વૈક્રિયઉપાંગ, આહારક ઉપાંગ, આધ સંસ્થાન, નિર્માણ નામ, તીર્થંકર નામ, વર્ણ ચતુષ્ક (ચારવર્ણ), અગુરૂલઘુ, ઉપઘાત અને ઉચ્છવાસ આ બત્રીશ કર્મ પ્રકૃતિનો બંધ-વ્યવછેદ થવાથી છવીશ કર્મપ્રકૃતિનો બંધ કરે છે. અને છેલ્લા ત્રણ સંહનન અને સમ્યક્ત્વ મોહ આ ચારનો ઉદય વ્યવચ્છેદ થવાથી તે બોંતેર કર્મપ્રકૃતિ વેદે છે, એકંદર અહિં એકસોઆડત્રીશ કર્મપ્રકૃતિની સત્તા રહેલી છે. આ દેખાવ ઉપરથી આ વાત સિદ્ધ થાય છે. વત્સ, આ આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનનું સ્વરૂપ હૃદયમાં રાખી તેનું મનન કરજે. જે ભવિષ્યમાં તારા આત્માને ઉપયોગી થઇ પડશે.
33
આનંદર્ષિના આ વચનો સાંભળી મુમુક્ષુ અત્યંત ખુશી ખુશી