________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૩
હોય તે ઉપશમ શ્રેણીએ ચડે છે અને જે ક્ષપક હોય તે ક્ષપકશ્રેણીએ
ચડે છે.
333
મુમુક્ષુએ શંકા લાવી પ્રશ્ન કર્યો - “ભગવન્, ઉપશમક કોણ કહેવાય ? અને તેની યોગ્યતા કેવી રીતે થાય ? તે કૃપા કરી સમજાવો.”
આનંદ મુનિએ ઉત્તર આપ્યો. “વત્સ, સાંભળ, જે ઉપશમક મુનિ શુક્લ ધ્યાનના પ્રથમ પાયાનું ધ્યાન કરે છે, તે ઉપશમક કહેવાય છે અને તે ઉપશમશ્રેણીને અંગિકાર કરે છે. જે મુનિ પૂર્વગત શ્રુતના ધારણ કરનારા, નિરતિચાર ચારિત્રવાળા અને પ્રથમના ત્રણ સંહનનથી યુક્ત એવા મુનિ ઉપશમ શ્રેણીને પ્રાપ્ત કરે છે. તે ઉપશમ શ્રેણીવાળા મુનિ જો અલ્પ આયુષ્યવાળા હોય તો કાળધર્મને પામ્યા પછી તેઓ પાંચ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે, પરંતુ જેમને પ્રથમ સંહનન હોય તેજ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય છે. અને જે બીજા સંહનનવાલા હોય છે તે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થતા નથી. જેઓ સેવાર્ત સંહનનવાળા હોય છે, તેઓ ચોથા મહેંદ્ર દેવલોક સુધી જઇ શકે છે. એટલે ત્યાં સુધી ઉત્પન્ન થાય છે.
બાકીના કીલિકાદિ ચાર સંહનનવાલા બબે દેવલોક ઉત્તરોત્તર વૃદ્ધિ કરતાં ત્યાંસુધી ગમન કરી શકે છે. પ્રથમ સંહનનવાલા મોક્ષ સુધી ગમન કરી શકે છે, અને જેનું આયુષ્ય સાતલવ અધિક હોત તો તે અવશ્ય મોક્ષે જાત, તેજ સ્વાર્થ સિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થાય છે.”
મુમુક્ષુ પ્રસન્ન થઇને બોલ્યો- “ભગવન્, આપની વાણીએ મારા હૃદયની શંકા પરાસ્ત કરી છે, હવે ક્ષપકશ્રેણીનું સ્વરૂપ કહેવાની કૃપા કરો.”
મુનિવર્ય મગ્ન થઇને બોલ્યા- “વત્સ, ચરમશરીરી એટલે