SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૩ – – – – – – – – – – ૩૦૨ – – – – શાસ્ત્રમાં આ અર્થ આવે છે - સંયમ એટલે (૧) સંયમન કરવું તે, અર્થાત્ સાવધ (પાપ) વ્યાપારોથી વિરમવું તે; (૨) પાપ વ્યાપારના ભારથી આત્માને સંયમિત કરવો, બચાવી લેવો તે; (૩) સમ્યગ્ર મંત્રો અર્થાત અહિંસાદિ છે જેમાં તે; (૪) મન-વચન, કાયશુદ્ધિથી સર્વ હિંસાથી વિરામ; (૫) પંચ=આશ્રવથી વિરમણ; (૬) ઇન્દ્રિય- કષાયનો નિગ્રહ; (૭) સમ્યગું અનુષ્ઠાન; ચારિત્રસામાયિક, દયા, લજ્જા.. સંયમ ૪ પ્રકારે પણ કહ્યું છે, મન:સંયમ, વાસંયમ, કાયસંયમ, અને ઉપકરણસંયમ અર્થાત્ મહામૂલ્યવાળા વસ્ત્રપાત્રાદિનો ત્યાગ. સંયમ ૭ પ્રકારે આ રીતે -૧ થી ૬ ષષ્કાયસંયમ, અને 9મું અજીવસંયમ. જીવસંયમમાં જીવને સંઘટ્ટનાદિ કોઇ ન કરવું; અજીવસંયમમાં પુસ્તકાદિનાં ગ્રહણ-પરિભોગથી વિરામ પામવો. સંયમ ૧૦ પ્રકારઃ-૧-૫. પાંચ સ્થાવરકાયસંયમ, ૬-૯. બેઇદ્રિયાદિથી પંચેન્દ્રિય સુધીનાનો સંયમ ૧૦મું અજીવસંયમ. સંયમ ૧૭ પ્રકારે આ રીતે - ઉપરોક્ત ૯ જીવસંયમ, ૧૦મું અજીવસંયમ. ૧૧-૧૨-૧૩મું મન-વચન-કાયસંયમ, ૧૪થી ૧૭મું પ્રેક્ષા-ઉપેક્ષા-પ્રમાર્જના-પરિષ્ઠાપનાસંયમ. જીવસંયમમાં મન-વચન-કાયાથી જીવોનો સંઘટ્ટો વગેરે વિરાધના કરવા-કરાવવા-અનુમોદવાનો ત્યાગ. આમાં કાયાથી કરવું સમજાય એવું છે. કાયાથી કરાવવું એ રીતે બને કે આપણા
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy