SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૫ ચૌદ વણસ્થાનક ભાગ-3 ચોદ ગુણસ્થાનક ભાગ-૩ .......... ૨૯૫ આ પ્રકારો ધ્યાનમાં રાખી અસત્ય ન બોલાઇ જાય એની કાળજી રાખવી. મિશ્ર (સત્યાસત્ય) ભાષા ૧૦ પ્રકારની ભાષા મિશ્ર તરીકે તો વ્યવહારથી ગણાય છે, બાકી નિશ્ચયથી તો તે અસત્ય જ છે. વ્યવહારથી કહેવાય કે થોડો સાચો અંશ હોય ને થોડો જૂઠો અંશ; એવી ભાષા એ મિશ્ર. એમાં, (૧) ઉત્પન્ન સંબંધી - દા.ત. “આ નગરમાં ૧૦ છોકરા જખ્યા,” એમ બોલે, પણ ખરેખર ઓછા વધુ જગ્યા હોય. (૨) વિનષ્ટ સંબંધી - દા.ત. “અહીં આજે આટલા મરી ગયા.” ખરેખર ઓછાવધુ મર્યા હોય. (૩) ઉત્પન્ન વિનષ્ટ ઉભય સંબંધી - દા.ત. “આ શહેરમાં દશ જખ્યા. દશ મર્યા.” (૪) જીવમિશ્ર - દા.ત. જીવતા-મરેલા કીડાના સમૂહને માટે કહે “આ જીવસમૂહ છે.” (૫) અજીવમિશ્ર - ઉપરોક્ત સમૂહમાં બધા નહિ પણ ઘણા મરેલા હોય છતાં કહે “આ મરેલા કીડાનો ઢગ છે.” (૬) જીવાજીવમિશ્ર - દા.ત. એ જ સમૂહ માટે કહેવું કે આટલા જીવતા છે કે આટલા મરેલા છે. ખરેખર તેજ પ્રમાણે ના હોય. (૭) અનંતમિશ્ર - દા.ત. પાંદડાદિ પ્રત્યેક જીવ સહિત કંદમૂળ માટે કહે “આ અનંતકાય છે.” (૮) પ્રત્યેકમિશ્ર - દા.ત. અનંતકાયના લેશવાળી પ્રત્યેક વનસ્પતિ માટે કહે કે “આ પ્રત્યેક જીવો છે.' (૯) અદ્વામિત્ર એટલે કે કાળમિશ્ર - દા.ત. જવાની ઉતાવળ હોય અને દિવસ પૂરો થવા આવ્યો હોય ને કહે “ચલો ચલો રાત
SR No.023109
Book TitleChaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy