________________
ચૌદ ગુણસ્થાન ભાગ-3
૧૧૭
જિનપૂજાનો સૂચક છે. ભાવશ્રાવક જો શક્ય હોય તો શ્રી જિનપૂજા વિના રહી શકે જ નહિ. ભગવાન શ્રી જિનેશ્વરદેવના સેવક તરીકે પોતાને માનનારા આત્માઓ, એ તારકોની સેવામાં પોતાનું સર્વસ્વ પણ અર્પણ કરનારા હોય, એ સાદી અhથી સમજાય તેવી વાત છે. સાધુઓએ પોતાની પાસે એવી સામગ્રી રાખી નથી કે જેથી તેઓ દ્રવ્યપૂજા કરી શકે. સાધુઓ પાસે જે કાંઇ બાકી છે, તે મન, વચન અને કાયા, આ ત્રણ યોગો છે અને એ ત્રણેય યોગોને સાધુઓએ ભગવાન શ્રી જિનેશ્વરદેવોની સેવામાં અર્પણ કરી દીધેલા જ છે. ગૃહસ્થો પાસે તો દ્રવ્યાદિ છે અને આરંભાદિનો તેમણે સર્વથા ત્યાગ કરેલો નથી, એ કારણે ગૃહસ્થો પોતાની પાસેની વસ્તુઓ દ્વારા જે રીતિએ શ્રી જિનપૂજાદિ થઇ શકતાં હોય, તે રીતિએ તે કરે છે. દાનમાં પણ કેટલુંક એવું જ છે કે- શ્રાવકો ગૃહસ્થો હોઇને જ તેમને માટે દાનનું તેવું વિધાન છે. આથી સાધુઓ જે કાંઇ ન કરતા હોય, તે ગૃહસ્થોને પણ કરવા લાયક જ નથીએમ કહી શકાય નહિ. સાધુઓ તરીકે એક ચીજ કરવા લાયક ન હોય, પણ ગૃહસ્થો તરીકે એ જ ચીજ અવશ્ય કરવા લાયક હોય, એવું શ્રી જિનપૂજાની જેમ ધર્મોપગ્રહદાનાદિમાં પણ સમજવું જોઇએ.
દેશવિરતિ આત્માઓનાં છ લક્ષણો
આ રીતિએ આપણે આ નવમી વિંશિકાની પહેલી ગાથાને અવલંબીને ભાવ શ્રાવકોમાં જેઓ દર્શન શ્રાવક તરીકે ઓળખાયા છે, તેઓ કેવા હોય છે, એ વિચારી આવ્યા. એ પુણ્યાત્માઓ ધર્મોપગ્રહદાનાદિથી યુક્ત હોય છે. ભાવથી શુદ્ધ ચિત્તવાળા હોય છે અને નિત્ય શ્રી જિનવચનનું શ્રવણ કરવામાં રતિવાળા હોય છે. આવા આત્માઓ જો સમ્યક્ત્વને ગુમાવી દેતા નથી અને ભવિતવ્યતા આદિ જો અનુકૂળ હોય છે, તો તેઓ શુ હ ચિત્ત અને