SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ 33४ ચૌદ ગુણસ્થાનક ભા-૨ યથાશક્તિ આચરનારાઓ જ, મુનિપણાના સ્વીકારને દીપાવી શકે છે અને સફલ બનાવી શકે છે. મુનિપણાના સ્વીકાર માત્રથી કલ્યાણ માની લેનારાઓએ અગર પઠન-પાઠનના નામે તપને તિલાંજલિ દેનારાઓએ, શ્રી કીર્તિચન્દ્ર નામના રાજર્ષિ માટે કથાકાર-પરમર્ષિએ વાપરેલાં- '9. ફતવરસોરિાયàહો' અને “વહુ પઢિયસુરિસદંતો’ –આ બે વિશેષણો. ખૂબ જ યાદ રાખી લેવા જેવા છે. એક રાજા જેવો રાજા પણ, સંયમી થયા બાદ ઉગ્ર તપ સાથે શુદ્ધ સિદ્ધાંતના અતિ અભ્યાસમાં ઉદ્યત રહે –એ વસ્તુ સામાન્ય જીવોને માટે ઘણી જ પ્રેરક બનવી જોઇએ. કર્મોના ઉદયની રીબામણમાંથી છૂટી, શ્રી સિદ્ધિપદના ભોક્તા બનવાને માટે, શાસ્ત્રવિહિત શ્રમ કરવામાં જ સાધુપણાના સ્વીકારની સાચી સાર્થકતા છે. સાધુપણું, એ શારીરિક આરામ ભોગવવાનું સાધન નથી. શરીરને સુખશીલીયું બનાવવાને માટે પણ સાધુપણું નથી. લુખ્ખા પંડિત બની માનપાન લુંટવા માટે પણ સાધુપણું નથી. સાધુપણું તો શ્રદ્ધાપૂર્વક કલ્યાણકારી કષ્ટ ભોગવવાનું અને સમ્યજ્ઞાન તથા સમ્યફચારિત્રની સાધના દ્વારા કર્મરાજા સાથે રણસંગ્રામ માંડી, સાચા વિજેતા બનવાનું એકનું એક અને અજોડમાં અજોડ સાધન છે. સમરવિજયે રેલો ઉપસર્ગ : કથાકાર-પરમર્ષિ આચાર્યભગવાન શ્રીમદ્ દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે-શ્રી કીર્તિચન્દ્ર નામના રાજર્ષિ, કે જેમણે ક્રમશઃ અતિ તપના આસેવનથી દેહને શોષિત કરેલ છે અને શુદ્ર સિદ્ધાન્તને બહુ પઠિત કરેલ છે, તે ઉઘુક્ત ચિત્તવાળા બન્યા થકા અભ્યઘત વિહારને, કે જે અતિશય જ્ઞાન પામ્યા પછીનો એકલ વિહાર હોય છે, તેને અંગીકાર કરે છે. આવા ઉગ્ર વિહારનો સ્વીકાર કરી ચૂકેલા તે ભગવાન્ રાજર્ષિ, જે વખતે કોઇક નગરની બહાર “પ્રલંબબાહુ બનીને કાયોત્સર્ગમાં ઉભા રહ્યા હતા, તે વખતે કોઇ સ્થાને જઈ રહેલા પાપિઠ એવા સમરના દ્રષ્ટિપથમાં આવ્યા. રાજય તજીને રાજર્ષિ બનેલા એવા પણ વડિલ બંધુને જોઈને, સ્વાભાવસિદ્ધ કરી છે ક્રૂરતા જેણે એવા તે સમરને, વૈરભાવની જ સ્મૃતિ
SR No.023108
Book TitleChaud Gunsthanak Part 02 Gunsthanak 2 to 4
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy