SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૧ ચૌદ ગુણસ્થાન ભાગ-૨ ––––––––– કરવા લાગ્યા. એક નિધાન ખાતર મોટું યુધ્ધ કરતા અને ચાલ્યું ગયું છે શુધ્ધ ધ્યાન જેઓનું એવા તે બે મરીને ધૂમપ્રભા નામની પાંચમી નરકપૃથ્વીએ પહોંચ્યા. ત્યાર બાદ ઘણા ભવો ભટક્યા પછી, તે બે એક વણિકની સ્ત્રીઓ રૂપે થયા. ત્યાં પણ તેઓનો પતિ વણિક મર્યા પછી, તે બન્ને સ્ત્રીઓ પતિના વિભવ માટે યુધ્ધ કરવા લાગી. એ રીતિએ વિભવ માટે યુધ્ધ કરતી તે સ્ત્રીઓ રૂપે રહેલા તે બેઉ ત્યાંથી મરીને છઠ્ઠી નરકે ગયા. ફરીને પણ તેઓ સંસારમાં ભમીને એક રાજાના પુત્રો રૂપે ઉત્પન્ન થયા. ત્યાં પણ રાજા મર્યા બાદ તે બન્ને રાજયના લોભમાં પડ્યા અને રાજયને માટે કલહ કરતા કરતા મર્યા. રાજય માટે કલહ કરતા કરતા મરીને, તેઓ ‘તમતમા’ નામની સાતમી નરકે પહોંચ્યા. વિચારો કે-લોભ આદિને આધીન બનવાથી કેવા કારમા ભવભ્રમણની દશા પ્રાપ્ત થઈ? દુર્લભ મનુષ્યભવને દોષોના સંગથી હારી ગયા પછીથી, આત્માને ક્યાં કેવી દશામાં ભટકવું પડશે, એનો વિચાર કરીને આ જીવનમાં દોષોના સંગથી જેમ બને તેમ બચતા રહેવાનો જ પ્રયત્ન કરવો અને ગુણપ્રાપ્તિ માટે યત્નશીલ બન્યા રહેવું, એ હિતાવહ છે. ન દીધું, ન ભોગવ્યું અને - હવે આ પ્રમાણે બન્નેના પૂર્વભવોને જણાવીને, શ્રી ‘પ્રબોધ' નામના પ્રવરજ્ઞાની ગુરૂદેવ ફરમાવે છે કે"एवं दव्यनिमित्तं, सहियाओ तेहि वेयणा विविहा । न य तं कस्सइ दिण्णं, परिमुत्तं तं सयं नेव ।।१।।" તેઓશ્રી એ જ સૂચવે છે કે-તે બન્નેએ દ્રવ્ય નિમિત્તે વિવિધ વેદનાઓ સહન કરવામાં કશી જ કમીના રાખી નહિ, છતાં ન તો તેઓ તે દ્રવ્યનું કોઇને દાન કરી શક્યા કે ન તો તેને સ્વયં ભોગવી શક્યા ! વિવિધ આફતોને સહીને ઉપાર્જેલું દ્રવ્ય, દાન કે ભોગમાં કામ લાગ્યું નહિ અને એ દ્રવ્યના ઉપાર્જનને માટે આચરેલાં પાપોના પરિણામે તેઓ ભયંકર દુર્દશાને ભોગવનારા બન્યા ! કારમા કષ્ટોને વેઠીને ઉપાર્જેલા દ્રવ્યથી તેઓ ન તો આ લોકને સુધારી શક્યા કે ન તો પરલોકને સુધારી શક્યા, એ જેવી-તેવી
SR No.023108
Book TitleChaud Gunsthanak Part 02 Gunsthanak 2 to 4
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy