SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ ૩૨૯ રમતો હતો. એ વિચારને સફળ કરવાને માટે, તે પોતાના વિડેલ બંધુના છિદ્રને શોધતો હતો. આ દશામાં તેણે પોતાના આત્માને કેટલો ભારે બનાવ્યો હશે ? હજુ સાગર જીવે છે, પણ તે દરમ્યાનમાંય કુરંગના આત્માએ દુષ્ટ વિચારો દ્વારા પોતાનું કેટલું બધું અનિષ્ટ સાધ્યું હશે ? તમે ય તમારી દશા વિચારજો કે-રોજ આર્ત્ત અને રૌદ્ર ધ્યાન દ્વારા તમે તમારા આત્માનું કેટલું અનિષ્ટ કરી રહ્યા છો ! ખેર, અહીં તો એક વાર કુરંગને તક મળી ગઇ અને એવી તકની દિવસો થયાં રાહ જોઇ રહેલા કુરંગે, પોતાના મોટા ભાઇ સાગરને સાગરમાં નાખી દીધો. પોતાના લઘુ બંધુ દ્વારા સાગરમાં ફેંકાયેલો સાગર પણ લોભ અને પરિગ્રહાભિલાષનો તો પૂજારી હતો જ, એટલે આવા પ્રસંગે તે અશુભ ધ્યાનથી જ વ્યાપ્ત હોય એ સહજ છે. કુરંગ દ્વારા સાગરમાં ફેંકી દેવાએલો તે સાગર, સાગરના જળની પીડાથી પીડિત શરીરવાળો પણ બન્યો. સાગરના જળની અતિશય પીડાથી પીડિત શરીરવાળો અને અશુભ ધ્યાનથી ઉપગત થયેલો તે સાગર, મરીને ત્રીજી નરકમાં નારકી થયો. કુરંગની પણ દુર્દશા : સાગરને આ રીતિએ મારી નાખ્યા બાદ, બહારનો દેખાવ કરવાને માટે કુરંગે પોતાના ભાઇનું મૃતકાર્ય કર્યું, પણ ભાઇના મરવાથી હૃદયમાં તો તે હૃષ્ટ થયો. મોટા ભાઇને મારી નાખવાથી પોતે હવે સઘળીય મીલ્કતનો માલીક બન્યો, એ વિચારથી હુષ્ટ બનેલો કુરંગ જેટલામાં કાંઇક પણ દૂર જાય છે, તેટલામાં તો એકદમ પ્રવહણ ફુટ્યું, અંદરનો લોક ડૂબ્યો અને બધો માલ પણ સાગરમાં ગળી ગયો. અતિ ઉગ્ર પાપ પણ આ લોકમાં ય ફળે છે. એવું આ કુરંગના સંબંધમાં પણ બન્યું. પોતાના વડિલ ભાઇને મારીને સઘળીય લક્ષ્મીના સ્વામી બનવાની લાલસામાં રમતા તેણે ભાઇને માર્યો, પણ તેની લાલસા ફલવતી ન બની. ભાઇનું મૃતકાર્ય કરીને આગળ ચાલ્યો કે તરત જ ઝહાજ ફુટ્યું અને સઘળીય મીલ્કત, કે જેના માલિક બનવાની તેની ઇચ્છા હતી, તે દરીયામાં ડૂબી અને સાથેનો લોક પણ
SR No.023108
Book TitleChaud Gunsthanak Part 02 Gunsthanak 2 to 4
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy