SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ સમરવિજયમાં જો થોડી-ઘણી પણ યોગ્યતા અને વિવેકશક્તિ હોત, તો તે આ વખતે કદાચ સુન્દર અસર નિપજાવત; પણ સમરવિજયની દશા જ જૂદી છે. રાજા નિધાનને લીધા વિના જ ચાલ્યા ગયા છે, એમ સમરવિજયે જોયું છે અને એથી તો નિધિને ગ્રહણ કરવા તે અહીં આવ્યો છે ઃ છતાં પોતાને નિધિ નહિ દેખાવાના કા૨ણે સમરવિજય વિચાર કરે છે કે- ‘જરૂર એ નિધાનને રાજા જ લઇ ગયા.’ તેને રાજાના પુણ્યોદયનો અને પોતાના પાપોદયનો તો વિચાર જ આવતો નથી. એણે તો નિશ્ચય જ કરી લીધો કેરાજા નિધાનને લઇ ગયા અને એથી જ હું અહીં એક પણ મણિને કે રત્નને જોઇ શકતો નથી. આ પ્રતાપ તેના હૃદયની ક્રૂરતાનો અને રાજા પ્રત્યેના દ્વેષનો જ છે. ક્રૂરતા અને દ્વેષ માણસને છતી આંખે આંધળા જેવો બનાવી દે છે. એથી જ સમરવિજય, પોતે જોયું છે કે-રાજા નિધાન નથી લઇ ગયા, છતાં નિધાન ન દેખાયો એટલે બીજો વિચાર નહિ કરતાં એમ જ કલ્પે છે કેજરૂર, રાજા જ નિધાન લઇ ગયા. સમરવિજયે લુંટારા બનવું : ૩૧૦ દુનિયામાં પણ કહેતી છે કે- ‘જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ' એ જ ન્યાયે પોતાને નિધાન દેખવામાં નહિ આવવાથી સમરે એવો જ વિચાર કર્યો કે‘જરૂર એ નિધાનને રાજા લઇ ગયેલ છે.' આ વિચારથી એ પાપાત્મા સમર, પોતાના વિડેલ બંધુ ઉપર ઘણો જ દુર્ભાવ ધરનારો બન્યો. હવે આ દશામાં તેના જેવો પાપાત્મા ચંપાનગરીમાં પાછા ફરવાનો વિચાર કરે, એ પણ અશક્ય જેવું છે. સમરવિજયે તો ચંપાનગરીમાં પાછા ફરીને વિડલ ભાઇની સેવામાં હાજર થવાનો વિચાર નહિ કરતાં, બહા૨વટું ખેડવાનો વિચાર કર્યો. પોતાના વડિલ બન્ધુની સામે બહારવટું ખેડવાના નિશ્ચય ઉપર આવેલો તે શૂરવીર તો હતો જ, એટલે લુંટારો બન્યો થકો તે પોતાના વડિલ બન્ધુના દેશમાં જ લુંટફાટ ચલાવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. ઉપકારી ઉપર પણ અપકાર કરવાને પ્રવૃત્ત થવું, એ આવા આત્માઓને માટે જરા ય અશક્ય નથી.
SR No.023108
Book TitleChaud Gunsthanak Part 02 Gunsthanak 2 to 4
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy