SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ IIIક ભાવ-૨ ૩૦૬ જ કહે છે કે “અરે ભાઈ ! આપણા કુલને નહિ છાજતું અને તે પણ પાછું એવું કે જેની સરખામણી ન થઈ શકે, તેવું આ તે શું કર્યું?” વિચારો કે-સુન્દર સ્વભાવની સુવાસ કેવી ગજબ હોય છે ! આમાં ધમકી જેવું પણ કાંઇ છે? સ. નહિ જ. અજબ વાત છે. આનો અર્થ એવો રખે કરતા કે-આપણાથી તો કોઈ કાળે ન બની શકે એવી આ વાત છે! ધારો તો તમે પણ રફતે રફતે આવા ધર્મને અને ઔદાર્યને પામી શકો. આ સાંભળીને કરવા જેવું પણ એ જ છે કે-શ્રી કીર્તિચન્દ્ર નરનાથની જેમ અક્રૂર બનવું અને વિશિષ્ટ ધર્મસિદ્ધિને માટેની લાયકાત કેળવીને આ જીવનમાં કલ્યાણમાર્ગની શક્ય એટલી આરાધના કરી લેવી. અક્રૂર મનવાળા શ્રી કીર્તિચન્દ્ર રાજા, પોતાને વિના કારણે જ મારવાને તત્પર બનેલા ભાઈને શાન્તિથી કેવી સુન્દર શીખામણ આપતો પ્રશ્ન કરે છે. આવો પ્રશ્ન કરીને જ નહિ અટકતાં, શ્રી કીર્તિચન્દ્ર નરનાથ તે સમરવિજયને કહે છે કે “હે સમર! તારે જો આ રાજ્ય જોઈતું હોય તો આ રાજ્યને અને આ નિધિ જોઈતો હોય તો આ નિધિને તું આધિમુક્ત બન્યો થકી ગ્રહણ કર ! તું એમ કરે તો અમે તો વ્રત ગ્રહણ કરીએ !” ઉત્તમ મનોદશા કેળવવાનો ઉપાય ઃ સમરવિજયની ક્રૂરતામાં કમીના નહોતી, તો શ્રી કીર્તિચન્દ્ર નરનાથની ઉદારતામાં પણ ક્યાં કમીના છે? રાજાને લાગ્યું કે-આ મારો ભાઈ હોવા છતાં અને તેના ઉપર હું પૂર્ણ વત્સલભાવ રાખતો હોવા છતાં, તેનામાં મને મારી નાખવાનો વિચાર શાથી ઉદ્ભવ્યો? જરૂર તે રાજ્ય અને નિધિમાં લુબ્ધ બનેલો ! આમ હોય તો હું જ તેને રાજ્ય અને નિધિ લેવાનું કહી દઉં, કે જેથી તેનામાં પ્રગટેલી દુષ્ટતા ટળે અને જો તે રાજયના
SR No.023108
Book TitleChaud Gunsthanak Part 02 Gunsthanak 2 to 4
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy