SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૩ – – – ચોદ ગુણસ્થાનક ભાd -૨ જિનેશ્વરદેવની આજ્ઞાના પરિપાલનપૂર્વક અમલમાં મૂકનારનું સમ્યકત્વ “કારક' સમ્યક્ત્વ કહેવાય છે : અર્થાત્ યથાર્થતત્ત્વશ્રદ્વાન પ્રમાણે આગમોક્ત શેલીપૂર્વક દાન, પૂજા, વ્રત, વિગેરે યોગ્ય આચરણ હોય તો તે “કારક' સમ્યક્ત્વ છે. આવું સમ્યક્ત્વ વિશુદ્ધ ચારિત્રવાનને હોય છે. ધર્મને વિષે અર્થાત્ સદનુષ્ઠાનમાં રૂચિ માત્ર કરે, શ્રી જિનોક્તિ ધર્મ પ્રમાણે ક્રિયા કરવાની ઇચ્છા રાખે, પરંતુ ભારે કર્મો હોવાથી તેવા અનુષ્ઠાનો કરી ન શકે, તેને “રોચક સમ્યક્ત્વ પ્રાપ્ત થયેલું જાણવું ઃ અર્થાત્ યમ-નિયમાદિ આચરણમાં ન મૂકી શકવાની સ્થિતિ સાથે સંબંધ ધરાવનારૂં સમ્યક્ત્વ “રોચક' સમ્યક્ત્વ છે. આ સમ્યકત્વ અવિરત સમ્યફદ્રષ્ટિ જીવોને હોય છે. શ્રેણિક નૃપતિને આવું સમ્યક્ત્વ હતું. પોતે મિથ્યાદ્રષ્ટિ, અભવ્ય કે દુર્ભવ્ય હોવા છતાં પણ અન્ય ભવ્યજીવોને ઉપદેશાદિક દ્વારા યથાર્થમાર્ગ તરફ રૂચિવંત કરેઅન્ય જીવો ઉપર તત્વનો યથાર્થ પ્રકાશ પાડે, તે જીવનું સખ્યત્વ “દીપક' સમ્યક્ત્વ છે. દીપકસમ્યક્ત્વ ધારીને અંતરંગ શ્રદ્ધા હોય નહિ. તે તો દાંભિક વૃત્તિએ કાર્ય કરે, પરંતુ તેમ છતાં પણ તે બીજાઓ ઉપર તત્વનો યથાર્થ પ્રકાશ પાડે એ તેની ખૂબી છે. મિથ્યાત્વથી વાસિત હૃદયવાળો હોઇ કરીને પણ અન્ય જીવોને યથાર્થ માર્ગ ઉપર એ પ્રીતિવાન બનાવે છે, વાસ્તે આવા જીવને દીપક સખ્યત્વવાળો કહેવામાં આવે છે. આવો જીવ અન્ય જીવની સમ્યકત્વપ્રાપ્તિનો હેતુ હોવાથી તેને સમ્યક્ત્વધારી કહેવામાં આવે છે. આ કારણમાં કાર્યના ઉપચારનું દ્રષ્ટાંત છે. આવું સખ્યત્વ અંગારમÉકાચાર્યને હતું. બીજી રીતે સમ્યક્ત્વના પડતા ત્રણ વિભાગો પરત્વે ઉલ્લેખ કરી ગયા હોવાથી અત્ર તે સંબંધમાં કંઇ વિચરવાનું બાકી રહેતું નથી, છતાં પણ અત્ર એટલું કહેવું વધારે પડતું નહિ ગણાય કે
SR No.023108
Book TitleChaud Gunsthanak Part 02 Gunsthanak 2 to 4
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy