SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૩ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ નીચે બેસી ગયેલા રજકણો જળને કિંચિત માત્ર ક્રિયાની અસર થતાં અલ્પ સમયમાં તમામ જળમાં પ્રસરી જાય છે, તેમ ઉપશાન્ત થયેલ મોહનીય કર્મના રજકણો કારણ મળતાં સમસ્ત આત્મપ્રદેશોમાં પ્રસરી જાય છે, અર્થાત્ તે અમૂક કાળ વિત્યા બાદ જરૂરજ પાછા ઉદયમાં આવે છે. પરંતુ જો મોહનો સર્વથા ક્ષય કરવામાં આવ્યો હોય, આ મોહનીયકર્મોના રજકણોને આત્મપ્રદેશમાંથી હંમેશને માટે કાઢવામાં આવ્યા હોય, તો તેનો કદી પણ પાછો ઉદય ન થાય. આ ઉપરથી એમ સમજી શકાય છે કે-જેનો ઉપશમ થયો હોય તે તે સમયમાં કે ત્યાર બાદ પણ અમુક સમય સુધી જ ઉદયમાં આવે નહિ, પરંતુ અમુક કાળ પછી તે જરૂરજ ઉદયમાં આવે છે, જ્યારે ક્ષયના સંબંધમાં તો તે સત્તામાં પણ નહિ હોવાને લીધે તેનો કદાપિ પણ ઉદય થવાનો અલ્પાંશે પણ સંભવ નથી. ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિભાવ : જે લાગણીઓ બીજી લાગણીના બળે દબાયેલી રહે, બીજી લાગણી વિધમાન હોય ત્યારે પ્રગટ ન દેખાય તે ઉપશમ છે. જેમાં કે-અગ્નિ કે દીવાદિકનો પ્રકાશ. અગ્નિ ઉપર રાખ નાંખવાથી કે દીવા ઉપર બીજી કોઇ વાસણ આદિ વસ્તુ ઢાંકી દેવાથી તેનો પ્રકાશ કે ગરમી દબાયેલી રહે છે પણ તેનો નાશ થતો નથી, તેમ અમુક પ્રકારના ઉત્તમ પરિણામના બળે કેટલીક કર્મની પ્રકૃતિઓ તે વખતે ઉદયમાં આવી પોતાનો પ્રભાવ જીવને બતાવી નથી શકતી, તે “ઉપશમભાવ' છે. મોહનીસકર્મની પ્રકૃતિનો જ ઉપશમભાવ થાય. છે, તેથી ઉપશમ સમ્યક્ત્વ અને ઉપશમ ચારિત્ર પ્રગટે છે. દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય એ બંનેને વિશુદ્ધ પરિણામે દબાવી શકાય છે. મનુષ્ય જેમ બીજા કામમાં પ્રવૃત્તિ કરતો હોય. અને તેમાં આસક્ત હોય, ત્યારે પોતાની સારી કે ખરાબ આદતોને
SR No.023108
Book TitleChaud Gunsthanak Part 02 Gunsthanak 2 to 4
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy