SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ ચોદ ગુણસ્થાનક ભાગ-૨ સ્મરણ થવાથી તે પોતાની ભાર્યાને કહેવા લાગ્યો કે- “હે પ્રિયા ! આજે મેં અરિહંતને નમસ્કાર કર્યા નથી, તેને નમસ્કાર કરવાનો મારે નિયમ છે; પણ જો હાથ ધોઇને જઉં તો તેટલો રસ જતો રહે માટે હાથ ધોયા વિના જ તેના પર લુગડું ઢાંકીને હું તત્કાળા જિનેશ્વરને નમસ્કાર કરી આવું.” તે સાંભળીને ધન્યાએ વિચાર્યું કે- “અરિહંતને એક વાર પણ પ્રણામ કર્યા હોય તો તે લાખો ભવના પાપોનો ઘાત (વિનાશ) કરે છે, તો આ મારા પતિના નિયમનું દ્રઢપણું તો તેના સમગ્ર પાપનો ક્ષય કરવામાં સમર્થ છે. વળી આનું કૃપણપણું કેટલું બધું છે કે તે હાથે વળગેલા અન્નના રસના નાશથી પણ ભય પામે છે; પરંતુ નિયમથી બંધાયેલ હોવાથી તે એમને એમ જ ચૈત્યમાં જશે. તો પણ હું ધારું છું કે જરૂર આજે આને અધિષ્ઠાયક દેવ પ્રત્યક્ષ થશે. કારણ કે જિનેશ્વરની પ્રસન્નતાને જણાવનારૂં મને આજે સ્વપ્ર આવ્યું છે.” આ પ્રમાણે મનમાં વિચારીને તેણે પતિને કહ્યું કે- “હે સ્વામી ! કદાચ આજે કોઇ દેવ તમને પોતાનું રૂપ દેખાડે તો બુદ્ધિવાળા તમારે મને પૂછીને પછી તેની પાસે વરદાન માગવું.” આ પ્રમાણે કાંતાનું વચના સાંભળીને “અહો ! મારી વિદ્વાન પ્રિયાની દીર્ઘદ્રષ્ટિવાળી બુદ્ધિ કેવી છે ?” એમ વિચારતો તે જિનાલયમાં ગયો અને ભક્તિથી જિનેશ્વરને નમ્યો. પછી તે કેટલામાં પાછો વળે છે તેટલામાં અધિષ્ઠાયક દેવે પ્રત્યક્ષ થઇને તેને કહ્યું કે- જિનેશ્વરની ભક્તિને લીધે હું તારા પર તુષ્ટમાન થયો છું, માટે તું વરદાન માંગ. ત્યારે તે બોલ્યો કે- “હે દેવો એક ક્ષણવાર રાહ જુઓ, હું ઘેર જઇ મારી પ્રિયાને પૂછી હમણાં જ પાછો આવું છું.” એમ કહી ઘેર આવી તેણે પ્રિયાની પાસે દેવનું વચન કહ્યું, ત્યારે તે હર્ષ પામીને બોલી કે- “હે સ્વામી ! આજે આપણો ખરેખરો મનોરથ રૂપી કલ્પવૃક્ષ સર્વ પ્રકારનાં ળોએ ીને ળ્યો છે, આપણી સિદ્ધિને કરનાર થયો છે, અને આપણા દુઃખને ત્રાસ પમાડનાર થયો છે,
SR No.023108
Book TitleChaud Gunsthanak Part 02 Gunsthanak 2 to 4
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy