SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ ચૌદ ગુણસ્થાનક ભાd-૨ આ સંસારમાં અત્યાર સુધી જે જે તીવ્ર દુઃખો થઇ ગયા, વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં હવે પછી જે થનારાં છે, તે બધુંય આ કષાયોનું પરિણામ છે એમ જાણો. બાહુબલી મૂઢ બની ગયો, ભરત લાલચું થઇ ગયો, સ્ત્રી પણ તીર્થંકર થઇ શકી અને સુભૂમ કુગતિએ ગયો એ બધું આ કષાયોનું જ કરતુક છે. જગદ્ગુરૂએ ધર્મ દેશનાનો પ્રારંભ કર્યો :- અહીં રોજને રોજ તાં એવા ભવયંત્રમાં પીલાતાં જંતુને તેમાંથી છોડાવી શકે એવો એક ધર્મ જ છે માટે તેનું ઉચિત રીતે સંપાદન કરીને તેને સદા આચરવો જોઇએ. રોજ દેવવંદન અને પૂજન કરવું ઉચિત છે અને ભવના કૂવામાં પડેલાઓને તો એ દેવવંદનાદિ ઉચિત ક્રિયાઓ જ ટેકારૂપ છે તથા સિધ્ધાંતને જાણનારા ઉત્તમ મુનિઓની પ્રતિક્ષણ સેવા કરવી એમ કર્યા વિના બધી ઉચિત ધર્મ કરણી પણ નકામી જાણવી. પ્રમાદને તજી દેવો, દુશીલોની સોબત ન કરવી, પોતે જાતે પણ આળસુ હોય તો તે અધર્મના યોગને લીધે પોતાનું જ અહિત કરનાર બને છે. કોઇ પ્રકારની આશા રાખ્યા વિના દાન કરવું અને તે દાન પણ શ્રધ્ધાથી-સત્કારથી અને ઉચિતતાથી યુક્ત હોવું જોઇએ. જે લોકો તપ-શીલ અને ભાવના કરવામાં અસમર્થ છે તેમને માટે એ પ્રકારનું દાન જ ઉત્તમ માર્ગ છે. વળી એકાગ્રચિત્ત રાખીને શાસ્ત્રના પરમાર્થોને વિચારવા જોઇએ. રાગ અને દ્વેષથી ડહોળાઇ ગયેલા મનની શુદ્ધિ કરવા સારૂં શાસ્ત્ર ચિંતન સિવાય બીજું કોઇ સારૂં (ઉત્તમ) સાધન નથી. આ રીતે ભગવાને દેશના પૂર્ણ કરી. એજ વખતે દુઃખિયાનો નમૂનો વિવિધ રોગોથી પીડાયેલો
SR No.023108
Book TitleChaud Gunsthanak Part 02 Gunsthanak 2 to 4
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy