SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ રહીને એ સામર્થ્યમાં જ પોતાના આત્માને સ્થાપિત કરવો જોઇએ. હિમાલયનો ઠંડો પવન, અગ્નિ-સૂર્યનો પ્રખર તાપ, પાતાળમાં રહેનારા અને જમીનમાં થનારાં ભયંકર સર્પો, તથા સિંહ અને શરભોને લીધે ભયાનક દુર્ગમ બનેલી પર્વતની અને સ્થળની ભૂમિ એ બધું ભયાનક ત્યારે જ લાગે છે કે જ્યારે માનવોમાં ચિત્તની દ્રઢતાથી ઉત્પન્ન થયેલું સામર્થ્ય નથી હોતું. (૨) અર્થિત્વ પણું: સામર્થ્ય હોવા છતાં અર્થિત્વ વગર ધર્મની મતિ સંભવતી નથી. જેમ માનવની ઇચ્છા ભોજન તરફ હોય છે. જેમ સ્ત્રી અને પતિ વચ્ચે અનુરાગ હોય છે તેવી જ વૃત્તિનું નામ અર્થાત્ તીવ્ર અભિલાષાનું નામ અર્થિત્વ છે. એવું અર્થિત્વ જ પરલોકની પ્રધાન પ્રધાન પ્રવૃત્તિઓમાં સારરૂપ છે. આવો જે અર્થી હોય અર્થાત ધર્મનો તીવ્ર અભિલાષી હોય. તે જ સાંસારિક ભયને ધારણ કરતો હોય છતાંય ધર્મ જ પરમાર્થી છે અને બાકી બધું ય અનર્થરૂપ જ છે એમ માનતો હોય છે. ધર્મની કથા સાંભળીને અર્થીના ચિત્તમાં હર્ષ થાય છે. અશુભ કૃત્યોથી ખેદ થાય છે. આવા લક્ષણો વાળાને અહીં અર્થી સમજવાનો છે. આવો અર્થી જ વિશેષ ધર્મ પામવાને યોગ્ય છે. આનાથી ઉલટા પ્રકારનો અનર્થી હોય છે. જે લોકો આકાશને માપી શકે છે, બુધ્ધિ વડે મેરૂને તોળી શકે છે. ઘણે છે. જમીનમાં દાટેલાં નિધિને પણ સહેજે જાણી શકે છે તેવા બુધ્ધિવાળાં માણસો પણ યુવતી સ્ત્રીઓનાં હૃદયને સમજી શકતા નથી, વ્યામોહ પામે છે, વિષાદ પામે છે, આકુળ થાય છે અને થાકી જાય છે. જેમ આગ વગરની કેવળ રાખને કોઇ સંઘરતો હોય,
SR No.023108
Book TitleChaud Gunsthanak Part 02 Gunsthanak 2 to 4
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy