SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ ચૌદ ગુણસ્થાનક ભાણ-૨ ગુણ તેને જ થાય, કે જેને સંસારનું કોઇ સુખ સુખ રૂપ લાગે નહિ. એ સાધુ વળી, આનું દુઃખ આમ ટાળો ને તેનું દુઃખ તેમ ટાળો, એવી પાપમય પ્રવૃત્તિમાં પડતો હશે ? 21. પ્રભાવના થાય ને ? ઘર વેચીને વરો કરનારો ડાહ્યો કહેવાય ? ઘરબાર બધું વેચીને વરો કરે અને વરામાં એવું જમાડે કે જમનારને જમણ યાદ રહી જાય, પણ બીજા દિવસથી પોતાનું પેટ ભરવાને એ ભીખ માગવાને નીકળે, તો એ સારો કહેવાય ? લોક, જમી જનાર લોક પણ એને શું કહે ? ‘બેવકૂફ ! તને કોણે વરો આ રીતિએ કરવાનું કહ્યું હતું ?' -એમ જ લોક એને કહે ને ? એમ સાધુપણાને ભૂલી જઇને પ્રભાવના કરવા નીકળનારાને જ્ઞાની, શું કહે ? જે ધર્મને પોતે જ ધક્કે દે છે, એ વળી એ ધર્મની પ્રભાવના કરશે ? એ, ધર્મની પ્રભાવના કરે કે અધર્મની ? મોક્ષનાં સાધન-તેની ટૂંક રૂપરેખા : સમ્પર્શન-જ્ઞાન-પારિત્રાણિ મોક્ષમાર્ગ: સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યારિત્ર, એ ત્રણે મળી મોક્ષનું સાધન છે. મોક્ષનું સ્વરૂપ : બંધના કારણોનો અભાવ થવાથી જે આત્મિક વિકાસ પરિપૂર્ણ થાય તે મોક્ષ છે. અર્થાત્ જ્ઞાન અને વીતરાગભાવની પરાકાષ્ઠા એજ મોક્ષ છે. સાધનોનું સ્વરૂપ : ગુણ એટલે શક્તિના વિકાસથી તત્ત્વની અર્થાત્ સત્યની પ્રતીતિ થાય, જેનાથી હેય-છોડી દેવા યોગ્ય અને ઉપાદેયસ્વીકારવા યોગ્ય તત્ત્વના યથાર્થ વિવેકની અભિરૂચિ થાય તે ‘સમ્યગ્દર્શન' છે. ܀ નય અને પ્રમાણથી થનારૂં જીવાદિ તત્ત્વોનું યથાર્થ જ્ઞાન તે ‘સમ્યજ્ઞાન' છે અને સમ્યજ્ઞાનપૂર્વક કાષાયિક ભાવોની એટલે
SR No.023108
Book TitleChaud Gunsthanak Part 02 Gunsthanak 2 to 4
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy