SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ થાનક ભાવ- ૨ ૧૪૫ – – – – – – – – – – – – – – કરવો જોઇએ. વિષયની અને કષાયની અનુકૂળતાના રાગે તેમજ વિષયની અને કષાયની પ્રતિકૂળતાના દ્વેષે જ, આત્માની ખરેખરી પાયમાલી કરી છે. વિષયની અને કષાયની અનુકૂળતાનો રાગ તથા વિષયની અને કષાયની પ્રતિકૂળતાનો દ્વેષ, એ જ સુખનું કારણ છે-એમ માનવું અને એ માન્યતાને અનુસાર વર્તવું, એ જ ઘાતી કર્મોને સુદ્રઢ બનાવવાનું અને જોરદાર બનાવવાનું પ્રધાન સાધન છે. એવો રાગ-દ્વેષ જાય ત્યારની વાત તો જુદી જ છે, પણ એવો રાગ-દ્વેષ જતાં પહેલાં પણ જ્યાં “એવો રાગ-દ્વેષ એ હેય જ છે, તજવા યોગ્ય જ છે, એથી આત્માને લાભ નથી પણ હાનિ જ છે.” -આવો ભાવ આત્મામાં પ્રગટે છે, તેની સાથે જ ઘાતી કર્મોની જડ હચમચી જાય છે અને ઘાતી કર્મોથી મુક્તિ પામવાનું મંડાણ મંડાઇ જાય છે. “એ રાગ-દ્વેષ હેય જ છે.” -એમ લાગતાં, આત્મામાં અપૂર્વકરણ એટલે કે-અપૂર્વ એવો અધ્યવસાય પ્રગટે છે; અને, એ અધ્યવસાય દ્વારાએ જ કર્મગ્રન્થિ ભેદાઇ જાય છે. આ વગેરે જે જે વાતો આ સંબંધમાં કહેવામાં આવી, તે તમને યાદ તો છે ને ? સ, થોડી ઘણી. એના સાર રૂપે તો બધી જ વાત યાદ છે ને ? કે પછી, સારમાં પણ ગોટાળો છે ? સ. એ વખતે તો એમ થઇ ગયેલું કે-સંસારના સુખનો. રાગ ભૂંડો જ છે અને સંસારના સુખના રાગને લીધે જન્મેલો દ્વેષ પણ ભૂંડો જ છે. એટલું પણ જો થયું હોય, તો પણ તમે ભારે નસીબદાર ગણાઓ. એ રાગ-દ્વેષને તજવાનો ઉપાય, શ્રી જિનશાસનની આરાધના કરવી-એ જ છે, એમ પણ તમને લાગે છે ને ? સ, એ તો ચોક્સ. તો, શ્રી જિનશાસનની આરાધના કરવાની વાતમાં જે
SR No.023108
Book TitleChaud Gunsthanak Part 02 Gunsthanak 2 to 4
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy