SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૧ ચૌદ ગુણસ્થાનક ભાગ-૨ તમારી ઇચ્છા તો ખરી ને ? જેમને પોતાની કર્મગ્રન્થિને ભેદવાની ઇચ્છા હોય, તેમને પોતાના અપૂર્વકરણને પ્રગટાવવાની ઇચ્છા પણ હોય જ ને ? ત્યારે, એ વિચાર કરીએ કે-જીવની કર્મગ્રન્થિને ભેદી નાખે એવો એ અપૂર્વકરણ, સ્વરૂપે કેવો હોય ? કર્મગ્રન્થિ એ પણ આત્માના પરિણામ સ્વરૂપ છે અને એ કર્મગ્રન્થિને ભેદનારો જે અપૂર્વકરણ નામનો અધ્યવસાય હોય છે, તે પણ આત્માના પરિણામ સ્વરૂપ હોય છે; એટલે, પરિણામ દ્વારાએ જ પરિણામને ભેદવાની વાત છે. કર્મગ્રન્થિ રૂપી આત્મપરિણામ તો આત્મામાં રહેલો જ છે. અનાદિકાલથી એનું અસ્તિત્વ છે. હવે એ અનાદિકાલથી અસ્તિત્વને પામેલા પરિણામને જીવે ભેદવાનો છે. ત્યારે, એ માટે જીવે શું કરવું જોઇએ ? પોતાના પુરુષાર્થથી જીવે પોતામાં જ એવા પરિણામને પેદા કરવો જોઇએ, કે જે પરિણામ, કર્મગ્રન્થિ રૂપી જે આત્મપરિણામ છે, તે પરિણામના સ્વરૂપથી તદન વિપરીત કોટિના સ્વરૂપવાળો હોય; એટલું જ નહિ, પણ કર્મગ્રન્થિ રૂપી જે પરિણામ, તે પરિણામની જે તીવ્રતા, તે તીવ્રતાથી પણ અધિક તીવ્રતાવાળો, એ કર્મગ્રન્થિ રૂપી પરિણામથી વિપરીત કોટિનો પરિણામ હોવો જોઇએ. આમ આપણે ત્રણ વાતો નક્કી કરી. તેમાં, પહેલી વાત એ કે-કર્મગ્રન્થિ રૂપી આત્માના એક પ્રકારના પરિણામને, આત્માના જ અન્ય પ્રકારના પરિણામ વડે ભેદવાનો છે. હીરાને કાપવો હોય, તો એ માટે હીરાકણી જોઇએ ને ? તેમ, આત્માના પરિણામનો ભેદ પણ, આત્માના પરિણામ વિના થઇ શકતો નથી. બીજી વાત આપણે એ નક્કી કરી કે-આત્માના જે પરિણામથી કર્મગ્રન્થિ રૂપી પરિણામને ભેદવાનો છે, તે પરિણામ કર્મગ્રન્થિ રૂપી આત્મપરિણામથી તદન વિપરીત પ્રકારનો હોવો જોઇએ. અને, ત્રીજી વાત આપણે એ નક્કી કરી કે-કર્મગ્રન્થિ રૂપી.
SR No.023108
Book TitleChaud Gunsthanak Part 02 Gunsthanak 2 to 4
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy