SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ પહોંચાડવાથી શુભ, અશુભ પરિણામ, વચમાં આવી પડનારાં વિબો વગેરેની આગળથી જાણ થાય છે, અને આપણા વર્તનમાં ઘતો ફેરફાર આપણે વેળાસર કરી શકીએ છીએ, માટે દીર્ધદર્દીપણાનો ગુણ ઘણો લાભકારી છે. વિશેષજ્ઞ - કૃત્ય અને અકૃત્ય, વસ્તુ અને અવસ્તુ એ વગેરેના સ્વરૂપનો અને તેના અંતરનો જાણકાર. dજ્ઞ: - પોતાના ઉપર પારકાએ જે કાંઇ ઉપકાર કર્યો હોય તેને નહીં છુપાવતાં તેનો પોતાનાથી બને તેટલો બદલો આપનાર.નોવશ્વભ્રમ: - પોતાના વિનયાદિ ગુણોથી સર્વ વિશિષ્ટ જનોને પ્રિય. સભળ: - લજ્જાળુ-મર્યાદારહિત વર્તન નહીં કરનાર. સય: - દયાવાન-દુ:ખી જનનું દુઃખ દૂર કરવાની સતત અભિલાષાવાળો. ચોમા: - સોમ એટલે ચંદ્રમાં તેના જેવી શાંત આકૃતિવાળો કોઇપણ વખતે ક્રોધયુકત પ્રકૃતિથી ક્રૂર આકારવાળો બને નહીં તે. પરોપકૃતિવર્મ? - પરોપકાર કરવામાં હંમેશા શૂરો. આ સર્વ ગુણો માર્ગાનુસારીને ખરેખરા આદરણીય છે. ઉત્ત૨રિપક્વપરિહાર૫રાયUT: એ ચોત્રીશમું વિશેષણ છે. ગૃહસ્થધર્મની યોગ્યતા બતાવતાં ઉપર જણાવ્યા મુજબના ગુણોની આવશ્યકતા દર્શાવી તે ગુણોની પ્રાપ્રિ કરવામાં વિશેષ કારણભૂત ગુણ ચોત્રીશમા તથા પાંત્રીશમા વિશેષણમાં દર્શાવવામાં આવેલા છે. કામ, ક્રોધ, માન, લોભ, મદ અને હર્ષ એ છ શિષ્ટ ગૃહસ્થના અંતરંગ વૈરી છે. જ્યાં સુધી એ શત્રુઓ આપણો પરાભવ કરી રહ્યા છે, ત્યાં સુધી આપણીસ્વાભાવિક સ્વતંત્રતા મેવવવા માટે આપણે જે કાંઇ સામગ્રી એકઠી કરતા હોઇએ તેનો તેઓ એકદમ નાશ કરી નાખે છે. ઉપર જણાવેલાં વિશેષણો તે સ્વતંત્રતા સંપાદન કરવાની સામગ્રીભૂત છે. તેથી તે વિશેષણો પ્રાપ્ત કરવા માટે આ છ વૈરીઓનો નાશ કરવો, અગર તેઓનું સામર્થ્ય દબાવી રાખવું એ ખાસ જરૂરનું છે. એ વૈરીઓ દબાયા કે તરત આપણા સ્વાભાવિક ગુણો પ્રગટ થવામાં ઢીલ થવાની નથી, કારણકે તે સ્વાભાવિક છે. માટે આ તરફ બીજી બધી બાબતો પડતી મૂકીને જો આપણું લક્ષ
SR No.023107
Book TitleChaud Gunsthanak Part 01 Gunsthanak 1
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy