SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ ચૌદ ગુણસ્થાનક ભાગ-૧ કે મોય કોઇનો પણ કિંચિત્માત્ર અવર્ણવાદ બોલાવો નહીં અને તેમાં રાજા આદિ મહાનું સમર્થ પુરૂષોનો નહીં બોલવાનું ખાસ કરીને સૂચવવામાં આવેલું છે. દરેક ને રાજા તરફ પોતાનો ભકિતભાવ આખંડ રાખવાનો છે અને જ્યાં ભકિતભાવની પ્રબળતા હોય છે ત્યાં અવર્ણવાદને કદી સ્થાન મળી શકતું નથી. જનોનો રાજા તરફ એટલો બધો ભકિતભાવ હોય છે કે તેનો અવર્ણવાદ બોલવો એ પાપનું કાર્ય તેઓ ગણે છે એટલું જ નહીં પરંતુ તેની હરેક પ્રકારની શાન્તિ ઇચ્છવી અને તે માટે પ્રાર્થના કરવી એ પણ એક પોતાનું અવશ્ય કર્તવ્ય ગણે છે. ગૃહશાંતિરસ્તોત્ર જે હંમેશ પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ ક્રિયામાં પઠન કરવામાં આવે છે मां श्री राजाधिपानां शान्तिर्भवतु . श्री राजसन्निवेशानां શત્તિર્મવતુ એવો સ્પષ્ટ મંત્રોચ્ચાર કરવામાં આવે છે. હાલ દરેક જનધર્મીની પોતાના રાજ્યકર્તા તરફ જે સંપૂર્ણ અને અડગ ભકિત (Loyaity) જોવામાં આવે છે તે તેઓના ધર્મના ઉપર મુજબના ફરમાનોને મુખ્યત્વે કરીને આભારી છે, અને તેથી તેઓ તરફથી રાજ્ય પ્રતિ કિંચિત્માત્ર પણ અવર્ણવાદ ઉચ્ચારવામાં આવતો નથી. આપણી આ પ્રકારની મનોવૃત્તિ આપણે હંમેશા ધર્મનું અધિકારીપણું પ્રાપ્ત કરવા માટે અને તેને જાળવી રાખવા માટે કાયમ રાખવી જોઇએ. તેમ ન કરવાથી આ ભવમાં શી શી આપત્તિઓ ભોગવવી પડે છે અને ધર્મધ્યાન કેટલું આપણાથી દૂર જતું રહે છે તે વિષે જરાપણ વિવેચન કરવાની જરૂર નથી. એ બાબતમાં દ્રષ્ટાન્ત હાલના સમયમાં આપણે પ્રત્યક્ષપણે જોઈએ છીએ. પરભવમાં એનું શું ફળ થાય છે તે આ ભવની આપણી સ્થિતિ પરથી સહેજ કળી શકાશે. આ ભવમાં ધર્મધ્યાનથી દૂર રહી આર્ત-રૌદ્ર ધ્યાનમાંજ રહેવાનું થાય તો પરભવ કદી પણ સુધરી શકે જ નહીં. માટે કોઇપણ પુરૂષનો અને વિશેષે કરીને રાજાદિ મહા સમર્થ પુરૂષોનો કોઇ પણ પ્રસંગે કિંચિત્માત્ર અવર્ણવાદ બોલવાથી દૂર રહેવું એ ખાસ અવશ્વનું છે, અને તે ગુણ પ્રાપ્ત કરવા માટે આપણી ચૈત્યવંદનની ક્રિયાની ફળયાચનામાં પરમાત્મા પ્રત્યે હંમેશા પ્રાર્થના
SR No.023107
Book TitleChaud Gunsthanak Part 01 Gunsthanak 1
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year2001
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy